વલસાડમાં તાલુકા પંચાયત પારડીની ખાલી પડેલી બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીનાબેન પટેલનો ૧૬૫૯ વિજય થયો છે. આ બેઠક વર્ષોથી કોંગ્રેસ પાસે હતી. જે ભાજપે કબજે કરી છે.
પાટણ તાલુકાની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ચાણસ્માની ધિણોજ બેઠક ભાજપે કબ્જે કરી છે. મામલતદાર કચેરી બહાર વિજેતા મહિલા ઉમેદવારને ફૂલ હાર પહેરાવી, અબીલ ગુલાલ લગાવી વિજયની ઉજવણઈ મનાવી હતી. ચાણસ્મા તાલુકા પંચાયતની ધિણોજ-2 બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિપીકાબેન પટેલનો 1154 મતથી વિજય થયો છે.
-
ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 33 માંથી 29 સીટ ઉપર @BJP4Gujarat ના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે. @BJP4Gujarat
— Vijay Rupani (@vijayrupanibjp) December 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 33 માંથી 29 સીટ ઉપર @BJP4Gujarat ના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે. @BJP4Gujarat
— Vijay Rupani (@vijayrupanibjp) December 31, 2019ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 33 માંથી 29 સીટ ઉપર @BJP4Gujarat ના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે. @BJP4Gujarat
— Vijay Rupani (@vijayrupanibjp) December 31, 2019
નવસારીના ખેરગામ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ખેરગામ-7 બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી છે. જેમાં ભાજપના ઉમેદવાર વિજય રાઠોડનો વિજય થયો છે. જેઓ 119 મતે વિજય થતા ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી. નવસારીની ચારણવાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરણભાઈ ચીમનભાઈ પટેલ વિજેતા થયાં છે. ચારણવાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી કિરણભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી મહેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના કિરણભાઈ પટેલ 947 મતોથી વિજેતા જાહેર કરાયા છે.
સુરતની મહુવા તાલુકા પંચાયતની બે બેઠક પર પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાં છે. મહુવાની ખરવાણ બેઠક પર ભાજપની 268 મતે જીત થઈ છે. જ્યારે મહુવાની કોષ બેઠક પર અપક્ષ ઉમેદવાર બાલુભાઈ 71 મતે જીત્યા છે. બાલુભાઈ આગાઉ ભાજપ પક્ષ તરફથી તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતાં. પક્ષના મેન્ડેન્ટ વિરુદ્ધ કાર્ય કરતા સસ્પેન્ડ કરાયા હતાં. સસ્પેન્ડ થયા બાદ અપક્ષમાંથી પેટા ચૂંટણી લડ્યાં હતાં.
પોરબંદર જિલ્લા પંચાયતની એક બેઠક પર ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાણા કંડોરણા પર ભાજપ વિજેતા છે. બીજેપીના ઉમેદવાર આશાબેન ભૂતિયાને 2867 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના હેતલબેન કુછડિયાને 1434 મત મળ્યા છે. વિસનગરના કાંસામાં ખાલી પડેલી તાલુકા સદસ્ય સીટની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં કુલ 4 રાઉન્ડમાં 3278 મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભાજપના પહેલાદ પટેલને કુલ 2337 મત મળ્યાં હતાં. જેમાં કોંગ્રેસને માત્ર 861 મત મળતા પરાજય થયો હતો. ભાજપના ઉમેદવારનો વિજય થતા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.