ગાંધીનગર-સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યના અમુક વિસ્તારોમાં વધુ વરસાદ થવાને કારણે ધરતીપુત્રોના પાક મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજીને નુકસાન થયું હતું , જે અંગે રાજ્યના ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનોને ધ્યાનમાં લઈને રાજ્યની સંવેદનશીલ સરકારે આજે 33% કે વધુ પાક નુક્સાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેકટર સુધી પ્રતિ હેકટર રૂ.10,000 ની સહાય તેમજ ગમે તેટલી ઓછી જમીન હોય તો પણ ઓછામાં ઓછી રૂ.5000ની સહાયની આજરોજ જાહેરાત કરી છે. આ સહાયથી ખેડૂતોને ચોક્કસપણે આર્થિક રાહત મળશે.
સીએમ રૂપાણીએ ખેડૂતો માટે જાહેર કરેલા 3700 કરોડના કૃષિ પેકેજને આવકારતાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ - કૃષિ પેકેજ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના ખેડૂતોને ચાલુ વર્ષે ખરીફ પાકમાં વરસાદથી થયેલાં નુકસાન સામે સહાય આપવા જાહેર કરાયેલાં રૂ.3700 કરોડના સહાય પેકેજને આવકારી વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવકાર આપ્યો છે. તેમણેજણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર ખેડૂતો માટે ખડેપગે ઉભી છે, ખેડૂતોને મુશ્કેલી ન પડે તે દિશામાં સમયાંતરે વિવિધ ખેડૂત હિતકારી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.