ગાંધીનગર: ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસન (BJP Women Wings National President) ગુજરાતની મુલાકાતે છે. સવારે તેમને ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ (Vanathi Srinivasan At Kamalam 2022) ખાતે મહિલા મોરચાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેઓ ગાંધીનગરના મહારાષ્ટ્ર ભવન (BJP Women Wing Gujarat Zone) ખાતે GEM પોર્ટલની ઉપયોગીતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપશે. આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના
વધુ બેઠકો જીતાડવાનું લક્ષ્ય: ભાજપ પાર્ટીને ગુજરાતમાં વધુ બેઠકોથી જીતાડવાનું મહિલા મોરચાનું લક્ષ્ય છે. વનાથી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના મહિલા મોરચાના પદાધિકારીઓ સાથે મિટિંગ યોજી છે. ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક બેઠકોથી કેવી રીતે જીત અપાવી શકાય? એ અંગે વ્યૂહરચના ગોઠવાઈ રહી છે. એમાં મહિલા મોરચાના ભાગ શું હોય? તે અંગે ચર્ચા કરવામાં આવી છે. આ માટે સરકારની મહિલાલક્ષી યોજનાઓની પ્રચાર કરવો જરૂરી છે.
53 ટકા મતદાતા 30 વર્ષથી નીચેના: રાષ્ટ્રીય અધ્યક્ષે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 53% વોટર્સ 30 વર્ષ કે તેથી નીચેના છે. યુવાન મહિલાઓને ભાજપ સાથે જોડવી તે મહિલા મોરચાનું લક્ષ્ય છે. મહિલાઓ માટેની યોજનાનો પ્રસાર કરવો એ પણ પ્રાથમિકતા રહેશે. જન-ધન યોજના, ઉજ્વલા યોજના, સ્વચ્છ ભારત, મુદ્રા લોન વગેરેમાં મહિલાઓનો મુખ્ય ભાગ છે. મહિલાઓની ઉત્કર્ષની યોજનાઓ જ નહીં. પરંતુ મહિલાપ્રધાનોને તક આપવામાં પણ ભાજપ આગળ છે. ગુજરાતમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ વધુ છે. અમે દરેક વિધાનસભામાં સોશિયલ મીડીયા વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: સફાઈ માટે પ્રેરણા આપવા શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ કરી સફાઈ અભિયાનની પહેલ
50 હજારથી વધુ મહિલાનો સંપર્ક થશે: જેના થકી 50 હજાર મહિલા કાર્યકરો સાથે સંપર્ક કરવામાં આવશે. તેમને રાજકીય દ્રષ્ટિકોણથી સોશિયલ મીડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ બ્રોશર પણ અપાશે. GEM પોર્ટલ અંતર્ગત મહિલાઓ પોતાને આર્થિક રીતે કેવી રીતે સશક્ત કરી શકે છે? તે અંગે પણ વર્કશોપ યોજાશે.
નુપુર શર્મા અંગે કહ્યું: નુપુર શર્મા ઉપર બોલતા વનાથી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, આ એક લોકશાહી દેશ છે. દરેકને વાણી સ્વતંત્રતાનો હક્ક છે. નુપુર શર્માએ મોહમ્મદ પયગંબર સામે જે પણ ટિપ્પણી કરી. તેના પર પક્ષે કાર્યવાહી કરી છે. પરંતુ વ્યક્તિના જીવનની રક્ષા તે પણ સરકારની જવાબદારી છે.