ETV Bharat / city

કોંગ્રેસના "રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતિયો ડરમાં" નિવેદન પર ભાજપે કહ્યું- "ઇલેક્શનમાં મતબેંક મેળવવાનો પ્રયાસ" - Migrant Voters

ચૂંટણીનું વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષોએ પોતપોતાના શસ્ત્રો સજાવી લીધાં છે. જનતાને અમુકતમુક વર્ગોમાં જોવાયેલા રાજકીય નેતાઓ માટે આજકાલ ગુજરાતમાં લાખોની સંખ્યામાં વસતાં અન્ય રાજ્યોના નાગરિકો વોટબેંક બની ગયાં છે. Congress એ શરુ કરેલા શબ્દ યુદ્ધમાં BJP પણ પ્રતિવાર કરી રહ્યો છે અને આમ ચૂંટણી પહેલાં જ ખાંડા ખખડી રહ્યાં છે.

ગુજરાતમાં ગુજરાતીઓ અને નોન ગુજરાતી તમામ લોકો ડરમાં : Congress , ઇલેક્શનમાં મતબેંક મેળવવાનો પ્રયાસ : BJP

author img

By

Published : Nov 9, 2021, 7:00 PM IST

Updated : Nov 10, 2021, 7:52 AM IST

  • રાજ્યમાં ઇલેક્શન પહેલા ગુજરાતી અને નોનગુજરાતી મુદ્દો જામ્યો
  • ભાજપના રાજમાં ગુજરાતીઓ પણ ભયમાંઃ કોંગ્રેસ
  • ભાજપઃ કોંગ્રેસ ફક્ત વોટબેંક માટે કરી રહી છે નિવેદન
  • ગુજરાતમાં અન્ય રાજ્યના લોકોએ વસાવી છે સંપતિઓ
  • દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદ વિધાનસભા વિસ્તારમાં નોન ગુજરાતીના મહત્વના વોટ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાત Congress ની જવાબદારી લેનારા રાજસ્થાન આરોગ્યપ્રધાન રઘુ શર્માએ ગુજરાતમાં અન્ય રાજ્યના લોકો સુરક્ષિત ન હોવાનું જાહેરમાં નિવેદન કર્યું હતું. હવે આ મુદ્દો રાજકારણમાં ચગ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં પરપ્રાંતીયો મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતમાં સરળતાથી રોજગારી પ્રાપ્ત થતી હોવાને કારણે પરપ્રાંતીયો ગુજરાત તરફ દોરાઈ આવે છે.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદનને ગુજરાત કોંગ્રેસ નેતાઓ સમર્થન આપે છે

ગુજરાતમાં ગુજરાતી અને નોન ગુજરાતી બન્ને ભયમાં જીવી રહ્યાં છે : મનીષ દોશી

ગુજરાતના Congress પ્રભારી શર્માના પરપ્રાંતીય અસુરક્ષિત નિવેદન બાબતે વધુ સમર્થન કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે ફક્ત પરપ્રાંતીઓ નહીં પરંતુ ગુજરાતીઓ પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ સીધી રીતે પોતાના ધંધો કરી શકતા નથી અને BJP નો ભય તેમને સતાવી રહ્યો છે. ભાજપ ભયના કારણે જ સત્તા પર આવે છે સત્તા ટકાવી રાખવા અને સત્તા પર આવવા માટે હંમેશા શામ દામ દંડ અને ભય રાખે છે.

ભાજપના રાજમાં ગુજરાતીઓ પણ ભયમાંઃ કોંગ્રેસ

કોંગ્રેસ 70 વર્ષથી ભાગલા પાડવાનું કરી રહી છે કામ : યમલ વ્યાસ

ગુજરાત BJPના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસે etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે Congress છેલ્લા 70 વર્ષથી ભાગલા પાડવાનું જ કામ કરી રહી છે. પહેલા કોંગ્રેસે હિંદુ અને મુસલમાન વચ્ચે ભાગલા પડાવ્યા અને રાજ કર્યું. ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી ત્યારે ગુજરાતમાં સરકાર બનાવવા માટે તેઓ હવે ગુજરાતીઓ અને પરપ્રાંતીઓ વચ્ચે ભાગલા પાડવાનું કામ કરી રહ્યાં છે અને તેના માટે જ નિવેદન કરવામાં આવ્યું છે.

કઈ વિધાનસભા વિસ્તારમાં પરપ્રાંતીયો વસવાટ કરી રહ્યાં છે

અમદાવાદ શહેર
અમદાવાદ જિલ્લો
સુરત શહેર
સુરત જિલ્લો
અંકલેશ્વર
બરોડા
ભરૂચ
કચ્છ
જામનગર
નવસારી
વાપી

કયા રાજ્યમાંથી આવી રહ્યાં છે પરપ્રાંતીય નાગરિકો

રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
બિહાર
ઝારખંડ
બિહાર
હરિયાણા
છત્તીસગઢ
ઓડિશા

ગુજરાતમાં પાણીપુરીવાળાથી માંડીને ઉદ્યોગકારો છે રાજ્યની બહારના

ગુજરાતની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાણીપુરીથી માંડીને ઉદ્યોગકારો અને નાના-મોટા ઉદ્યોગકારો પણ અનેક નોંધાયા છે. ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી આવીને વ્યાપાર ધંધા અને રોજગાર ઉત્પન્ન કરીને અનેક લોકો ગુજરાતમાં આવ્યાં છે ત્યારે આ ફક્ત રાજકીય નિવેદન હોવાનો તથા ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ હોય અને કોંગ્રેસના નેતાઓએ કોઈપણ પ્રકારની માહિતી આપી ન હોય અથવા તો અધૂરી માહિતી હોય ત્યારે આવું નિવેદન કર્યું હોવાનું વાત BJP ના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે કરી હતી.

લોકડાઉનમાં પરપ્રાંતીયોને ઘરે જવા ગુજરાતમાંથી વધુ ટ્રેનો દોડી

Lockdown દરમિયાન ગુજરાતમાં અનેક મોટા રેલવે સ્ટેશન ખાતેથી પરપ્રાંતીયો માટે વધુમાં વધુ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં આપેલા જવાબ પ્રમાણે રાજ્ય સરકારે લેબર ડિપાર્ટમેન્ટની કુલ 12 ટીમો બનાવીને ડીટેલ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાત અને તેની આજુબાજુ વિસ્તારમાંથી આશરે 11.5 લાખ અન્ય રાજ્યના નાગરિકો વસવાટ કરી રહ્યા છે. જ્યારે વિવિધ ઇન્ડસ્ટ્રિયલના એસોસિએશન યુનિયન અને વિવિધ વર્કરના આગેવાનો તરફથી મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 22 લાખથી વધુ migrate થયેલા વર્કરો ગુજરાતમાં રહ્યાં છે અને તેઓને lockdown માં ટ્રેન મારફતે તેમના રાજ્યમાં મોકલવામાં આવ્યાં હતાં.

શર્માની માનસિક પરિસ્થિતિ ખરાબ : સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મદદ કરીશ

રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે હું પોતે અમદાવાદના અસારવા વિધાનસભાનો ધારાસભ્ય છું ત્યારે દેશની સૌથી મોટી હોસ્પિટલ મારા વિધાનસભા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં માનસિક રોગો વધુ આવે છે. જ્યારે ગુજરાતમાં પરપ્રાંતીયો સુરક્ષિત નહીં હોવાનું તેઓએ નિવેદન આપ્યું છે ત્યારે તેઓની માનસિક પરિસ્થિતિ સારી ન હતી તે ઉપર પ્રદીપ પરમારે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પરપ્રાંતીયો અસુરક્ષિત હોવાનું કહેતાં Raghu Sharma ની માનસિક સ્થિતિ ખરાબ, હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરીશ : પ્રદીપ પરમાર

આ પણ વાંચોઃ રઘુ શર્મા ગુજરાતીઓની માફી માગે: MP Ram Mokaria

Last Updated : Nov 10, 2021, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.