ETV Bharat / city

રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણ અને આરોગ્ય વિભાગની બેઠક યોજાઇ, અનલોક-6ની SOP બાદ થશે નિર્ણય

સોમવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળાઓ અને કૉલેજો શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ETV BHARAT
રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણ અને આરોગ્ય વિભાગની બેઠક યોજાઇ, અનલોક-6ની SOP બાદ થશે નિર્ણય
author img

By

Published : Oct 19, 2020, 3:24 PM IST

  • શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
  • આરોગ્ય વિભાગ અને શિક્ષણવિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
  • શાળા કૉલેજો શરૂ કરવા મુદ્દે કરાઈ ચર્ચા
  • અનલોક-6 બાદ થશે નિર્ણય

ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19ને કારણે તમામ શાળાઓ અને કૉલેજો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવી છે. આ કૉલેજો અને શાળાઓ ક્યારે ખુલશે તે બાબતે સરકાર પણ હજૂ સ્પષ્ટ નથી, ત્યારે આજે એટલે કે સોમવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠક યોજવામાં આવી છે.

1 કલાક ચાલી બેઠક

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. એક કલાકની આસપાસ ચાલેલી આ બેઠકમાં રાજ્યમાં કઈ રીતે શાળાઓ શરૂ કરવી તે બાબતે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ શાળામાં કયા ધોરણથી કયા ધોરણ સુધીનો અભ્યાસ શરૂ કરાશે તે બાબતે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું.

શાળા શરૂ થયે આરોગ્ય વિભાગની જવાબદારી

જો રાજ્યમાં શાળા શરૂ કરવામાં આવે તો આરોગ્ય વિભાગને જવાબદારી રહેશે અને આરોગ્ય વિભાગ કઈ રીતે કામ કરશે તે બાબતેને ધ્યાનમાં લઇને આરોગ્ય વિભાગને પણ આ બેઠકમાં સાથે રાખવામાં આવ્યું હતું.

અનલોક-6 બાદ થશે નિર્ણય

શિક્ષકો તરફથી મળતી જાણકારી પ્રમાણે કેન્દ્ર સરકારની અનલોક-6ની ગાઈડલાઇન અને SOPના આધારે રાજ્યમાં શાળા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમૂક રાજ્યોમાં શાળાઓ અને કૉલેજો શરૂ થઈ છે.

મુખ્યપ્રધાન રૂપાણી સાથે પણ થશે ચર્ચા

સોમવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકની ચર્ચા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ કરવામાં આવશે અને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે CMને માહિતગાર કરવામાં આવ્યા બાદ જ રાજ્ય સરકાર શાળાઓ શરૂ કરવાનો અને કેવી રીતે સાથે ક્યાં ધોરણો શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરશે.

ધોરણ 9થી 12 સુધીની સ્કૂલ શરૂ થવાની શક્યતા

કોરોના કાળ દરમિયાન ગત ઘણા સમયથી શાળાઓ બંદ છે, ત્યારે સૌ પ્રથમ ધોરણ 9થી 12ની સ્કૂલ શરૂ થવાની શક્યાતાઓ સેવાઈ રહી છે. આ તમામ નિર્ણયો અનલોક-6ની SOP આવ્યા બાદ થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.