ETV Bharat / city

હર હંમેશ મારી પર આનંદીબેન પટેલના આશીર્વાદ રહ્યા છે અને રહેશે: ભુપેન્દ્ર પટેલ - Bhupendra Patel

વિજય રૂપાણીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામા બાદ નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમનું નામ જાહેર થયા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. જે બાદ તેમણે કમલમ ખાતે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. જ્યાં તેમણે સૌ કોઈનો આભાર પ્રગટ કર્યા બાદ આનંદીબેન પટેલના આશીર્વાદ હતા અને રહેશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આનંદીબેન પટેલ કે જેઓ પૂર્વ મુખ્યપ્રધાન ગુજરાતના રહી ચૂક્યા છે ભપેન્દ્ર પટેલને તેમના વિશ્વાસુ માનવામાં આવે છે. જેથી તેમને આનંદીબહેનની અનઉપસ્થિતિમાં પણ તેમનું નામ લીધું હતું.

New Chief Minister Bhupendra Patel
New Chief Minister Bhupendra Patel
author img

By

Published : Sep 12, 2021, 7:11 PM IST

  • ભુપેન્દ્ર પટેલે આનંદીબેનની અનઉપસ્થિતિમાં પણ તેમનું નામ લઇ આભાર વ્યક્ત કર્યો
  • ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી
  • આવતીકાલે બપોરના સમયે શપથગ્રહણ કરશે

ગાંધીનગર: શનિવારે વિજય રૂપાણીએ બપોરે ત્રણ વાગ્યે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. મુખ્યપ્રધાન નક્કી કરવા માટે નિરીક્ષક તરીકે નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે સૌ કોઇના મનમાં નીતીન પટેલ, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયા સહિતના નામમાંથી કોઈ એક મુખ્યપ્રધાન બનશે તે પ્રકારની વાતો વહેતી થઇ હતી પરંતુ આખરે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા સૌ કોઈને નવાઈ લાગી હતી. કમલમ ખાતે કોર ગ્રૂપની બેઠક મળ્યા બાદ વિધાનસભાના તમામ ધારાસભ્યો સાથેની મિટિંગ અને સહમતી બાદ ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી એવી પણ વાત ક્યાંકને ક્યાંક વહેતી થઈ છે કે, આનંદીબેન પટેલની લોબી ફરીથી સક્રિય બની છે.

આનંદીબહેન પટેલના આશિર્વાદ હતા અને રહેશે : ભુપેન્દ્ર પટેલ

હર હંમેશ મારી પર આનંદીબેન પટેલના આશીર્વાદ રહ્યા છે: ભુપેન્દ્ર પટેલ

ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન લક્ષી કામ કરવા ટેવાયેલી પાર્ટી નથી, હરહંમેશ કામ કરતી પાર્ટી છે. રોજબરોજ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તા પ્રજા વચ્ચે રહી કામ કરતા રહે છે અને કામ કરતા રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઈ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેમનો હું ખૂબ આભાર માનું છું. અમારા ગુજરાતના વડીલો સી.આર.પાટીલ, વિજય રૂપાણી સહિતની ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે બધાનો હું હૃદયપૂર્વક હાર માનું છું અને અંતમાં તેમને જણાવ્યું હતું કે, હર હંમેશ મારી પર આનંદીબેન પટેલના આશીર્વાદ રહ્યા છે અને રહેશે. આ પ્રકારના પદ માટે પાર્ટી જ્યારે કહે ત્યારે જ ખબર પડતી હોય છે. કોઈને પણ ખબર નથી હોતી.

આજે સાંજે 6 વાગે તેઓ રાજ્યપાલને મળવા માટે મુખ્યપ્રધાનના કોન્વો સાથે ગયા

સંગઠન અને સરકાર બંને સાથે રહી કામ કરશે. છેવાડાના માણસ સુધી પહોંચવાનો પ્રયત્ન પહેલાથી જ પાર્ટીનો રહ્યો છે. તેમને મીડિયા સમક્ષ એ પણ જણાવ્યું હતું કે, તેઓ આજે જ રાજ્યપાલને મળવા જશે અને તે મુજબ તેઓ છ વાગે રાજ્યપાલને મળવા માટે કમલમથી ગાંધીનગર ગયા હતા. તેઓ પહેલીવાર સી.એમ. કોન્વોમાં બેસી રાજ્યપાલને મળવા માટે ગયા હતા. આ ઉપરાંત સોમવારે તેઓ શપથ ગ્રહણ કરશે. લગભગ બપોરના સમયે તેઓ મુખ્યપ્રધાનના શપથ લે તે પ્રકારની શક્યતા છે. જોકે અન્ય મંત્રીમંડળમાં ફેરબદલ થશે તેને લઈને હજુ સુધી ક્યારે મંત્રીમંડળમાં બદલાવ આવશે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.