ETV Bharat / city

પોલીસ ગ્રેડ પે ને લઇને રાજ્ય સરકારે કરી અગત્યની જાહેરાત - undefined

મુખ્યપ્રધાન દ્વારા એક ટ્વિટ કરીને અગત્યની જાણકારી આપવામાં આવી છે. જેમાં મુખ્યપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂપિયા 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.

પોલીસ ગ્રેડ પે ને લઇને રાજ્ય સરકારે કરી અગત્યની જાહેરાત

author img

By

Published : Aug 14, 2022, 6:08 PM IST

Updated : Aug 14, 2022, 9:06 PM IST

ગાંધીનગર ગ્રેડ પે અંગે આજે મોટી જાહેરાત થઈ કરવામાં આવી છે. આજે મોડી સાંજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રુપિયા 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ગૃહ પ્રધાને પણ આ બાબતે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

  • પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.

    — Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ગુજરાત પોલીસ કર્મચારીઓને પગાર વધારો

1. લોક રક્ષક પોલીસનો વાર્ષિક આવક હાલ 2.51.100 રૂપિયા છે તો તેમાંથી વધારીને 3.47.250 કરવામાં આવ્યા છે એટલે કે લોકરક્ષક પોલીસના વાર્ષિક આવકમાં કુલ 96.150 રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે.

2. પોલીસ કોન્સ્ટેબલ ના વાર્ષિક આવક પગાર હાલ 3.63.660 રૂપિયા છે તો તેમાંથી વધારીને 4.16.400 કરવામાં આવ્યા છે.એટલે કે પોલીસ કોન્સ્ટેબલના વાર્ષિક આવકમાં 52.640 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

3. પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક આવક હાલ પગાર 4.36.654 રૂપિયા છે તો તેમાંથી વધારીને 4.95.394 રૂપિયા કરવામાં આવ્યા છે.એટલે પોલીસ હેડ કોન્સ્ટેબલના આવકમાં કુલ 58.740 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

4. એ.એસ.આઈ ને હાલ વાર્ષિક આવક 5.19.354 રૂપિયા આપવામાં આવે છે તો તેમાં વધારો કરીને વાર્ષિક આવક 5.84.094 રૂપિયા આપવામાં આવશે.એટલે કે વાર્ષિક આવકમાં કુલ 64.740 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પોલીસ ગ્રેડ પે કમિટીની રચના 28 ઑક્ટોબરે પોલીસ ગ્રેડ પે મામલે કમિટીની રચના થઈ હતી. 31 ઓક્ટોબરે પહેલી બેઠક મળી હતી. ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. મુખ્યપ્રધાન સાથે ગત સપ્તાહે ગૃહ વિભાગ અને સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ ગ્રેડ પે મુદ્દો, પોલીસના મોંઘવારી ભથ્થામાં સરકાર વધારો કરી શકે છે. આ સિવાય બાકીના એલાઉન્સમાં પણ વધારો કરી શકે છે. જેને લઇને આજે પોલીસ ગ્રેડ પે બાબતે મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેની લાંબા સમયથી ગુજરાતના પોલીસકર્મીઓ રાહ જોઈ રહ્યા હતા.

આંદોલન પણ છેડવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33,000 પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.

કમિટીની રચના બાદ આંદોલન થયું શાંત રાજ્ય સરકાર કમિટીની રચના કરશે તેવી જાહેરાત કરી હતી .સરકારની કમિટી ગઠનની જાહેરાત સાથે જે તે સમયે સરકાર અને પોલીસ વડાના સકારાત્મક વલણથી આંદોલનની આગ શાંત પડી હતી.જે બાદ કમિટીએ જરુંરી ફેરફારનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો જેને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ફક્ત આધિકારિક જાહેરાત બાકી છે.

  • પોલીસકર્મીઓની તમામ 23 માંગો હતી

1. રાજ્યનાં કોન્સટેબલો, હેડ કોન્સટેબલો તેમજ એ.એસ.આઇનાં ગ્રેડ પે અન્ય રાજ્યોનાં પ્રમાણમાં ખુબ જ ઓછા છે જેના બદલે 2800, 3600 અને 4200 કરવામાં આવે.

2. વર્ગ 3માં ગણતરી થતાં પોલીસ કર્મચારીઓને વર્ગ 3 મુજબ ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે.

3. પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે છે પરંતુ જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે તે છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે, જેમાં સુધારો પણ સરકાર દ્વારા કરવામાં આવે.

4. રાજ્ય સરકારના કર્મચારી પોલીસના માણસો હોવા છતાં સરકારના અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના 10,20,30 ના લાભો સામે પોલીસ કર્મચારીઓને 12/24નું ધોરણ આપવામાં આવે છે. અગાઉ ત્રણ તબક્કામાં પગાર ધોરણ અપાતું હતું પરંતુ હવે માત્ર બે તબક્કામાં પગાર ધોરણ અપાય છે. જે તાત્કાલિક ધોરણે પુર્વવત કરવામાં આવે.

5. પોલીસ કર્મચારીઓ માટે ખરીદવામાં આવતા આર્ટીકલ્સની ગુણવત્તા સુધારવા ઉપરાંત હથિયારી અને બિન હથિયારીની એક જ કેડર કરી દેવામાં આવે તેમજ ઓર્ડરલી પ્રથા બંધ કરીને અથવા તેની અલગથી વર્ગ 4ની ભરતી કરવામાં આવે.

6. રાજ્યમાં પોલિસ કર્મચારિઓને ચુકવવામાં આવતા ભથ્થાઓની રકમ જે છેલ્લા ઘણા વર્ષોથી વધારાઇ નથી તે તાત્કાલિક અસરથી વધારવામાં આવે.

7. રાજ્યના પોલિસ કર્મચારિઓને અમાનવિય રીતે તેમજ માનવ અધિકારોના હનન મુજબ 8 કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે તેમાં વધારાના કલાકો માટે અતિરિક્ત ચુકવણું કરવામાં આવે તેમજ ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી તમામ ઋતુ દરમ્યાન શારિરિક સુરક્ષાનાં પર્યાપ્ત સાધનો ફાળવવામાં આવે.

8. હાલમાં જે રીતે અન્ય સરકારી વિભાગોનાં હિતોની રક્ષા માટે સંગઠનો બનાવવાનો અધિકાર છે તે મુજબ ગુજરાત પોલિસને પણ પોતાનુ યુનિયન / સંગઠનો બનાવવા અધીકાર આપવામાં આવે.

9. રાજ્યનાં પોલિસ કર્મચારિઓ જ્યારે બહારનાં રાજ્યોમાં તપાસ અર્થે જતા હોય કે પછી બંદોબસ્ત માટે જતા હોય ત્યારે તેઓને સુવિધાપુર્ણ અતિરિક્ત ભથ્થાઓ અગ્રિમરૂપથી તેમજ તેમના બેંક ખાતાઓમાં સિધ્ધા જ જમા કરી આપવામાં આવે.

10. જ્યારે પણ કોઇ પોલિસ કર્મચારીને ફરજ મુક્ત કરવામાં આવે ત્યારે તેઓનો સસ્પેનશન સમયગાળો નિશ્ચિત કરવામાં આવે.

11. SRPF પણ ગુજરાત પોલીસ નો એક વિભાગ જ છે માટે SRPF જવાનો ને જીલ્લા મુજબ સ્થાયી કરવામાં આવે.

12. નવા પગાર પંચ મુજબ રજા બીલ આપવુ તેમજ તેમાં જાહેર રજા પગાર બંધ ન કરવામાં આવે.

13. 8 કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક 1 કલાક મુજબ રૂપિયા 100 લેખે વધારાનુ ભથ્થુ આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.

14. પોલીસ કર્મચારીને હજુ પણ દર માસે માત્ર રૂપિયા 20 નું સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું ન્યુનતમ એલાઉન્સ દર માસે રૂપિયા આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.

15. પોલીસ કર્મચારીને દર માસે રૂપિયા 25 વોશીંગ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવિન એલાઉન્સ દર માસે રૂપિયા 1200 આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.

16. હાલ ગુજરાત પોલીસ કર્મચારીઓને દર માસે રૂપિયા 400 નું ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું એલાઉન્સ દર માસે રૂપિયા 1500 આપવું, જેમાં દર પાંચ વર્ષે આ રકમમાં વધારો કરવો.

17. અઠવાડીયા દરમ્યાન કોઇ પણ એક દિવસ નક્કી કરી એક વિકલી ઓફ એટલે કે રજા ફરજીયાત આપવી. જો અઠવાડીયા દરમ્યાન કોઇ અગત્યનો બંદોબસ્ત હોય અને વિકલી ઓફ આપી શકાય તેમ ન હોય તો બીજા સપ્તાહમાં બે વિકલી ઓફ આપવા. જ્યારે લોકડાઉન જેવી સ્થિતિમાં રજા ઉપર પ્રતિબંધ હોય ત્યારે રાજ્યનાં પોલિસ કર્મચારીઓને વિકલી ઓફ દરમ્યાનો એક દિવસ લેખે રૂપિયા 1000 ભથ્થુ ચુકવવું. જાહેર રજાના દિવસે વિકલી ઓફ આપવામાં આવે તો પણ નિયત કરેલ પગાર મુજબનો રજા પગાર કર્મચારીને આપવો. જેમાં પણ દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.

18. કર્મચારી સતત નોકરી કરતા હોવાના ભારણ પગલે પોલિસ કર્મચારિઓ પોતાના બાળકોને અભ્યાસ પાછળ પુરતો સમય નથી આપી શકતા જેથી બાળક દિઠ ટયુશન ફ્રી આપવી. જેમાં ધોરણ 1 થી 5 સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂપિયા 500 તથા ધોરણ 6 થી 9 સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ 1000 તથા ધોરણ 10 થી 12 સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ1500 દર માસે આપવા. જે ફકત બે બાળક સુધી ટયુશન ફ્રી મળવા પાત્ર રહે તેવી વ્યવસ્થા ગોઠવી શકાય.

19. કર્મચારી સતત નોકરી તથા કામનાં ભારણના કારણે પોતના સ્વાસ્થ્યની કાળજી નથી રાખી શકતા જેથી સરકાર તરફથી દરેક કર્મચારીને રૂ.૩૦૦૦૦૦ લાખ સુધીનો હેલ્થ મેડીકલેઇમ આપવો. જેમાં નો સમાવેશ કરવો અથવા કર્મચારી ધ્વારા જાતે રૂ.૩૦૦૦૦૦ લાખ સુધીનો કોઇ પણ કંપનીનો હેલ્થ મેડીકલેઇમ લેવામાં આવે તો સરકાર તરફથી કર્મચારીને હેલ્થ મેડીકલેઇમના પ્રિમિયમની 50% રકમ સરકાર ધ્વારા ચુકવવાની વ્યવસ્થા ગોઠવી શકાય.

20. રાજય લેવલે વેલ્ફર કપાત બંધ કરી જીલ્લા લેવલે વેલ્ફર પોલીસ મંડળ તૈયાર કરી તેનુ સંચાલન જીલ્લા પોલીસ મંડળ ધ્વારા કરવામાં આવે તે રીતે જોગવાઇ કરવી.

21. પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પોલીસ યુનિફોર્મનુ કાપડ આપવામાં આવે છે જે યોગ્ય નથી પોલીસ કર્મચારીને સતત નોકરીમાં પોલીસ યુનિફોર્મ પહેરવાનો હોવાથી ચાર જોડી યુનિફોર્મનુ કાપડ આપવુ તેમજ તેની સીલાઇનો ખર્ચ એક યુનિફોર્મ મુજબ રૂ.૧ર૦૦ લેખે ચુકવવા.

22. પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ તથા એક જોડી બ્લેક કલરના કટબુટ આપવામાં આવે છે જે એક દમ હલકી ગુણવત્તાના હોય છે જેથી કર્મચારી પી.ટી.સુઝ/બ્લેક કટબુટ જાતે ખરીદી કરી શકે તેવી જોગવાઇ કરી તેમજ વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ ખરીદી માટે રૂ.૨૦૦૦ તથા એક જોડી બ્લેક કલરનાં કટબુટ ખરીદી માટે રૂ.૨પ૦૦ દર વર્ષે ચુકવવા.

23. પોલીસ કર્મચારીનો ફીકસ પગાર તાલીમ પુરતો જ રાખવો, પોલીસ કર્મચારીની તાલીમ પુર્ણ થયેથી ફુલ પગાર ધોરણ આપવો.

Last Updated : Aug 14, 2022, 9:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.