ETV Bharat / city

હોળીના તહેવારમાં કલરથી રમવા પર પ્રતિબંધ: નીતિન પટેલ

author img

By

Published : Mar 21, 2021, 3:29 PM IST

Updated : Mar 21, 2021, 7:43 PM IST

કોરોનાની મહામારીને લઈને સરકારે હવે હોળીના તહેવારમાં કલરથી રમવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ નિવેદન આપતા કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં હોળી અને ધુળેટીના તહેવારને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

હોળીના તહેવારમાં કલરથી રમવા પર પ્રતિબંધ લગાવાયો: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

  • ધુળેટીની ઉજવણી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
  • પરવાનગીના આધારે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે
  • કોરોનાના કેસને કાબૂમાં લેવા સરકારનો નિર્ણય

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સરકારે હોળીના તહેવારમાં કલરથી રમવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. GSC બેન્ક ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કોરોનાના વધતા જતા કેસને લઈને સરકાર ચિંતિત છે. જેને લઈને સરકારે હોળીના તહેવારમાં ખાસ ગાઈડલાઈન તૈયાર કરી છે. જેમાં પરવાનગીના આધારે હોળી દહનનો કાર્યક્રમ યોજી શકાશે. જોકે, ધુળેટીના તહેવારમાં ઉજવણી માટે પરવાનગી આપવામાં આવશે નહી.

આ પણ વાંચોઃ દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ત્રણ દિવસ દ્વારકાધીશ જગત મંદિર પ્રવેશ પર પ્રતિબંધ

રંગોથી વધારે સંક્રમણ ફેલાઈ તેવી શક્યતાને લઈને કરાયો નિર્ણય

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શનિવારે બેઠક યોજવામાં આવી હતી. જેમાં હોળીના તહેવારોની ઉજવણી પર ચર્ચા કરવામાં આવી. ધુળેટીનો તહેવાર નહીં ઉજવવા માટે સરકારે નિર્ણય કર્યો છે. પાણી અને રંગોથી વધારે સંક્રમણ ફેલાઈ તેવી શક્યતાને લઈને ધુળેટીના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ લગાવાયો છે.

Last Updated : Mar 21, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.