ગાંધીનગર: પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના ધોળાકુવા ગામમા આવેલી ડેરીમાં બેંક ઓફ બરોડા દ્વારા એટીએમ મૂકવામાં આવ્યું છે. જે ATM સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ હોય છે. આ એટીએમમાં ગત રાત્રિએ દસ વાગ્યે બંધ થયું હતુ. જેમાં 19,06,500 રૂપિયા રોકડા હતા. આ એટીએમમાં દિવસ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવેલો છે પણ રાત્રે 10 વાગ્યા પછી એટીએમનાને તાળું મારી બંધ કરી દેવામાં આવે છે. જેમાં ગઈકાલે રાત્રિના સવા ત્રણ વાગ્યાની આજુબાજુ અજાણ્યા ચોર ઈસમો અહીં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને એટીએમનું શટર તોડી મશીનને ગેસ કટરથી કાપી નાખ્યું હતુ. ત્યારે તેની અંદર મૂકેલી તમામ રકમ લઇ તસ્કરો ભાગી છૂટયા હતા. જે બાબતની સવારે જાણ બેંકના મેનેજર ચંદ્રશેખર રાજપૂતને થતાં તેઓ તાત્કાલિક ધોળાકુવા ગામે આવી ગયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરી ATMમા રોકડ સિલકની માહિતી મેળવી હતી તો એ વખતે સવારે જ તેમને જાણવા મળ્યું હતું.
બાજુમાં આવેલા પરબતપુરા ગામમાં આવેલ ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનું એટીએમનું રાત્રે પોણા ત્રણ વાગ્યે તાળું તોડી એટીએમ મશીનને ગેસ કટરથી કાપી તેમાં મૂકેલા 3,26,900 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી અજાણ્યા બેથી વધારે ની સંખ્યામાં આવેલા ચોર ઈસમો કારમાં બેસી ધોળાકુવા ગામ તરફ જઇ રહ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. એટીએમ તોડીને ચોરી કરવા આવેલા બેથી વધારે સંખ્યામાં ચોર ઈસમો પોતાનું વાહન લઇને પહેલા પરબતપુરા ગામે આવી એટીએમમાં ચોરી કરી ત્યાંથી ધોળાકુવા ગામે પણ આ રીતે ચોરી કરી કુલ 22,33,400 રૂપિયાની ચોરી કરી ભાગી છૂટયા હોવાનું મનાઈ રહ્યું છે એટીએમ તોડી ચોરી થયા હોવાની જાણ માણસા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફિંગર પ્રિન્ટ ડોગ સ્કોડ ની મદદ લઇ તપાસ આરંભી હતી અને સમગ્ર ઘટના બાબતે બેંક.ઓફ.બરોડા માણસા શાખાના બેંક મેનેજર ચંદ્રશેખર રાજપુતની ફરિયાદ લઇ માણસા પીઆઇ પવારે વધુ તપાસ હાથ ધરી છે.
માણસાનાં પરબતપુરા અને ધોળાકુવા ગામનાં ATM મશીનને કટરથી કાપી 22 લાખ રોકડની ચોરી
માણસા તાલુકાનાં ધોળાકુવા ગામમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં ગઈ રાત્રિએ અજાણ્યા તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી એટીએમને ગેસ કટરથી કાપી 19 લાખ ઉપરાંતની રકમની ચોરી કરી હતી. જ્યારે બાજુમાં આવેલા પરબતપુરા ગામે પણ એટીએમને ગેસ કટરથી કાપી 3 લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જે બાબતે બરોડા બેંકના મેનેજરે માણસા પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.