ETV Bharat / city

વાઇબ્રન્ટ સમિટને લઇને જાપાન ઉત્સુક, ગુજરાતમાં મોટાપાયે કરશે રોકાણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુંબઈ સ્થિત જાપાનના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી.

CM રૂપાણી સાથે જાપાનના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાની સૌજન્ય મુલાકાત

author img

By

Published : Sep 9, 2021, 12:59 PM IST

  • આગામી વાઇબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરશે
  • FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન
  • આગામી વાઇબ્રન્ટ સમિટમાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણમાં સહભાગી બનશે

ન્યુઝ ડેસ્ક: મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુંબઈ સ્થિત જાપાનના નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે રોકાણમાં સહભાગી થશે.

ભારતમાં ઉદ્યોગોના વિકાસમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન

સીએમ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે. એફ.ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે.

ઓલિમ્પિકના સફળ આયોજન બદલ CM રૂપાણીએ પાઠવ્યા અભિનંદન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાપાનના વડાપ્રધાનની ભારત-ગુજરાત-અમદાવાદની મુલાકાતની યાદ તાજી કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતથી ગુજરાતને પણ મહત્તમ લાભ થયો છે. વિજય રૂપાણીએ કોરોનાના કપરાકાળ વચ્ચે પણ જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

જાપાન વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઉત્સુક

જાપાન કોનસ્યુલેટ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાએ પણ ગુજરાતના વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના ઔદ્યોગિક વિકાસથી પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરતા આગામી વાઇબ્રન્ટ સમિટમાં જાપાનની સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. આ મુલાકાતમાં મુખ્ય અગ્રસચિવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ બીના એમ.ડી નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યપ્રધાને જાપાન કોંસ્યુલેટ જનરલને સ્મૃતિ ભેટ પણ આ અવસરે અર્પણ કરી હતી.

વધુ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ કરી મંજૂર

વધુ વાંચો: વતન પ્રેમ યોજના હેઠળ ડિસેમ્બર 2022 સુધી 1000 કરોડના કાર્યો પૂર્ણ કરવામાં આવશે: વિજય રૂપાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.