ETV Bharat / city

Assembly Elections 2022: સરકાર 4000 કરોડના વિકાસલક્ષી કામ સાથે રોજગારીનું આયોજન કરશે - આર સી ફળદુ

ગુજરાતમાં 15 મહિના બાદ એટલે કે વર્ષ 2022ના નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections 2022) આવશે. ત્યારે ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી છે જેમાં વર્ષ 2022 સુધીમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી (Employment plan) અને વિકાસના કામ માટે 4 હજાર કરોડ રૂપિયાનું (Developmental work of Rs 4000 crore) ખાસ પ્રકારનું આયોજન કરાયું હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Assembly Elections 2022:  સરકાર 4000 કરોડના વિકાસલક્ષી કામ સાથે રોજગારીનું આયોજન કરશે

author img

By

Published : Jul 2, 2021, 6:35 PM IST

  • સરકારે Assembly Elections 2022 તૈયારીઓના ભાગરૂપે યોજનાઓ તૈયાર કરી
  • 4000 કરોડની યોજના અને રોજગારીનું (developmental work of Rs 4000 crore) સરકારનું આયોજન
  • કોરોનામાં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની યોજના
  • તમામ જવાબદારી કેબિનેટ પ્રધાન આર.સી. ફળદુને સોંપાઈ
  • ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીને (Employment) લઈને નારાજગી

ગાંધીનગર: કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના દસ્તક દીધી હતી અને રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી (Employment)પણ સંપૂર્ણપણે ભાંગી ગઈ હતી. આમ આવી પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીને લઈને અનેક નારાજગીઓ સામે આવી હતી. ત્યારે આવી નારાજગીઓને દૂર કરવા અને વિધાનસભા 2012ની ચૂંટણીમાં સારું બતાવવા માટે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોનો રોષ દૂર કરવાનું ખાસ આયોજન (Employment plan) પણ કરાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

કઈ યોજનાઓ થકી આપવામાં આવશે Employment

પ્રધાનમંત્રી આવાસ યોજના

મનરેગા યોજના

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના

સ્વચ્છ ભારત મિશન યોજના

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

શ્યામાપ્રસાદ મુખર્જી રુરલ યોજના

ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો ઉપયોગ કરીને કુલ 4000 કરોડનો રોજગારી પાછળ ખર્ચ કરીને તમામ યોજનાનું એકત્રીકરણ કરવાનું આયોજન (Employment plan) પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા હેઠળ રાખવામાં આવ્યું છે.

કેબિનેટપ્રધાન આર.સી. ફળદુને સોંપાઈ જવાબદારી

વર્ષ 2020માં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામીણ વિસ્તારોમાં સરકાર પ્રત્યેનો રોષ નાબૂદ કરવા માટે ખાસ 4000 કરોડની રોજગારી (Employment plan) આ બાબતની યોજનાઓના અમલ માટે મહત્વની જવાબદારી રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુને સોંપવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિકાસપ્રધાન આર.સી.ફળદુ (R C Faldu) ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરીને ત્યાંની સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવશે અને ત્યાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સમગ્ર સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને આપશે. આમ આ રિપોર્ટના અભ્યાસ બાદ રાજ્ય સરકાર દ્વારા યોજનાઓની (Employment plan) જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હાઈકોર્ટની વીજ કંપનીઓને લપડાક, 4 વર્ષમાં વસૂલેલી વધારાની રકમ ગ્રાહકોને પરત કરવી પડશે

કોરોના સમયગાળા દરમિયાન અનેક લોકો બેરોજગાર થયાં

રાજ્યમાં કોરોનાની પ્રથમ લહેર અને ત્યારબાદ એપ્રિલ માસમાં આવેલી બીજી લહેરના કારણે રાજ્યના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકો બેરોજગાર બન્યાં હોવાની પણ ફરિયાદ સામે આવી છે. ત્યારે લોકોમાં સરકાર પ્રત્યે રોષનો માહોલ પણ જોવા મળ્યો હતો. આમ આ રોષનો માહોલ શાંત કરવા અને રોજગારી આપવા રાજ્ય સરકાર આગામી દિવસોમાં અનેક યોજનાઓની (Employment plan) જાહેરાત પણ કરશે.

આ પણ વાંચોઃ Gujarat High Court on Corona : માસ્કનો દંડ ઘટાડવા પર હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું - ભીડ પર કાબૂ નથી પણ માસ્ક તો પહેરી શકીએ ને ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.