- નવા પ્રધાન મંડળ લેશે શપથ
- પ્રધાન તરીકે પસંદ પામેલ અરવિંદ રૈયાણી સાથે ખાસ વાત
- તમામ જવાબદારીઓ સારી રીતે સ્વીકારમાં આવશે
ગાંધીનગર : ભુપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપ પક્ષ દ્વારાઅરવિંદ રૈયાણીને પ્રધાન તરીકેની પસંદગી કરવામાં આવી છે, ત્યારે અરવિંદ રૈયાણી etv ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સરકારમાં જે પણ જવાબદારી સોંપવામાં આવશે. તેને સંપૂર્ણ રીતે નિભાવવામાં આવશે.
આ પણ વાંચો: હરિજમા દિલીપ ઠાકોરના સમર્થકોએ ભાજપ સામે બગાવતનું બ્યુગલ ફૂંક્યું
રાજકોટ પૂર્વ વિધાનસભાના અરવિંદ રૈયાણી સાથે વાતચિતના અંશ
ઇટીવી ભારત સાથે રાજકોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પક્ષમાંથી વહેલી સવારે પ્રધાન પદ માટે ફોન આવ્યો હતો અમે આ બાબતે ખૂબ જ ખુશ છીએ જ્યારે પક્ષ દ્વારા સરકારમાં જે પણ જવાબદારી આપવામાં આવશે. તે જવાબદારી સારી રીતે નિભાવવામાં આવશે સાથે જ તેઓએ ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનો પણ આભાર માન્યો હતો.
આ પણ વાંચો: ભારતીય જનતા પાર્ટી માટે 2022ની ચૂંટણીમાં કોઈ પડકાર નથી : વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલ
હવે રાજકોટનું નેતૃત્વ રૈયાણીના હાથમાં
વર્ષ 2016થી રાજકોટનું પ્રતિનિધિત્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી રહ્યા હતા પરંતુ મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું છે, ત્યારે રાજકોટ શહેરનું નેતૃત્વ કોના શિરે તે પ્રશ્ન ચર્ચામાં હતો, ત્યારે ભાજપ પક્ષ દ્વારા રાજકોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રધાન પદ માટેના જાણ કરતો ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે હવે રાજકોટનો નેતૃત્વ વિજય રૂપાણી બાદ અરવિંદ રૈયાણીના સીરે આવ્યું છે.
પહેલા રાજકોટની સેવા કરી હવે ગુજરાતની સેવા કરવાનો મોકો મળ્યો
મહત્વની વાત કરવામાં આવે તો અરવિંદ રૈયાણી ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પહેલા ધારાસભ્ય તરીકે રાજકોટ વિધાનસભાના મતદારોની સેવા કરવાનો મોકો મળ્યો પરંતુ હવે ભાજપ પક્ષ દ્વારા પ્રધાન બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે ગુજરાતની જાહેર જનતાને સેવા કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. જે પુરી ખંત અને મહેનતથી તમામ પ્રકારની જવાબદારી સાથે કર્તવ્ય નિભાવવાનો નિવેદન પણ અરવિંદ રૈયાણી એ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ.