ETV Bharat / city

સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ - government job

પોલીસમાં ભરતી કરાવી નોકરી આપવા બહાને પૈસા પડાવતા 4 વ્યક્તિઓ સામે સેક્ટર 21માં ગુનો નોંધાયો છે. આ વ્યક્તિઓએ 40 ઉમેદવારો પાસેથી 1.4 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ
સરકારી નોકરીન બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ
author img

By

Published : May 23, 2021, 2:01 PM IST

Updated : May 23, 2021, 5:01 PM IST

  • 5 ઈસમો સામે સેક્ટર 21માં ગુનો નોંધાયો
  • આરોપીઓમાં પુરુષો સાથે મહિલાઓ પણ સામેલ
  • કૌભાંડનો આ આંકડો વધવાની શક્યતા
    સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ

ગાંધીનગર: પોલીસ ખાતામાં ભરતી કરાવી નોકરી આપવાના બહાને 40 જેટલા ઉમેદવારો પાસેથી 1.4 કરોડ પડાવવાનું કૌભાંડ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા મામલે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં કુલ 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગાંધીનગર પુનિત વન પાસેથી 4 આરોપીઓને પકડી કેટલોક મુદ્દામાલ મોબાઈલ સાથે જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોકરીની લાલચ આપી પડાવ્યા પૈસા

સુરતમાં રહેતા ફરિયાદી પ્રતાપ કૈલાશભાઈ જાટ દ્વારા ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આરોપી સિદ્ધાર્થ હિતેશભાઈ પાઠક, પૂજા વિજયભાઈ ડાહ્યાભાઈ જાદવ, મહેશ્વરી જગદીશભાઈ જાખરીયા, રાહુલ ચંદુભાઈ લલ્લુવાડીયા તેમજ કલ્પેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસખાતામાં ઓળખાણ ધરાવે છે, તેવા વિશ્વાસમાં લઇ પોલીસ ખાતામાં ભરતી, સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટના બોગસ નિમણુક ઓર્ડર બનાવી તેમાં ઉચ્ચ અધિકારીઓની ખોટી સહીઓ કરાઈ હતી અને ઉમેદવારો પાસે એક કરોડ ચાર લાખ પડાવ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ ગુનો આચરનાર વ્યક્તિઓને પોલીસે તાત્કાલિક શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર તેમજ પંજાબમાં રહેતા આરોપીઓ છે.

આ પણ વાંચો : લોકડાઉનમાં રૂપિયા 5000ના બોનસની લાલચ આપી પોરબંદરના યુવાન સાથે છેતરપીંડી, પોલીસે રકમ પરત અપાવી

અન્ય આરોપીની તપાસ શરૂ

આ ગુનો આચરનાર ની સામે તાત્કાલિક શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી જેને આધારે એલસીબીની તમામ ટીમ આ દિશાએ કાર્યરત રહેતા આ ગુનેગારોની બાતમી મળી હતી આ બાતમીવાળી જગ્યાએ પહોંચી તેમને આ ગુનેગારોને ગાડીમાંથી ઉતારી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં મોબાઇલના 8 નંગ, રોકડ રૂપિયા સ્વીફ્ટ ગાડી તેમજ જુદા જુદા ઉમેદવારોના નામના અલગ અલગ બેંકના પોલીસના ઓળખપત્ર 25 નંગ તેમજ ઉમેદવારોના લોકરક્ષક ભરતી બોર્ડના 14 ઓર્ડર જે બનાવટી હતા તે તમામ જપ્ત કર્યા હતા. આ વ્યક્તિઓ પાસેથી કુલ 5,46,000 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ચાર ઈસમો ઉપરાંત કલ્પેશભાઈ પટેલ અને અરિજિતસિંઘ ને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : May 23, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.