ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Congress MLA Kirit Patel) વિધાનસભામાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શિક્ષણની બાબતમાં ચુકાદો આપ્યો છે. જે ચુકાદા મુજબ કુલપતિઓની નિમણૂક (Appointment of Chancellors Gujarat) નિયમો અનુસાર થવી જોઈએ. પરંતુ ગુજરાતમાં UGCના નિયમો (rules of ugc for chancellor appointment) નેવે મૂકીને કુલપતિની નિમણૂક કરવામાં આવી રહી છે.
UGCના નિયમો નેવે મુકીને નિમણૂક કરવામાં આવી
કિરીટ પટેલે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (maharaja sayajirao university of baroda)ના કુલપતિ તરીકે ડો.કુલકર્ણીની નિમણૂક UGCના નિયમો નેવે મુકીને કરવામાં આવી હતી. આ બાબતને હાઇકોર્ટમાં લઇ જવાતા તેમની નિમણૂક રદ કરવા માટે સરકારને કહેવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે.
આ પણ વાંચો: GTU Examination Fee Controversy: GTUના વિદ્યાર્થીએ એક વિષયની પરીક્ષા માટે ભરવી પડી 7,125 રૂપિયા ફી
રાજ્યની 40 યુનિવર્સિટીમાં લાગવગથી કુલપતિઓની નિમણૂક
સુપ્રીમ કોર્ટે 'યથા રાજા તથા પ્રજા' તેવી ટિપ્પણી (Supreme Court About Chancellor Appointment) કરીને કુલપતિની નિમણૂક નૈતિક મૂલ્ય ધરાવતા ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ વિચારો ધરાવતા હોય તેમની કરવી જોઇએ તેવી સલાહ આપી છે. પરંતુ રાજ્યમાં 40 યુનિવર્સિટીમાં લાયકાત ન ધરવતા કુલપતિઓની લાગવગથી નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: ખાનગી કોલેજ-યુનિવર્સિટીમાં ફી માફી મુદ્દે હાઈકોર્ટમાં PIL કરાઈ
કિરીટ પટેલે અન્ય યુનિવર્સિટીઓના ઉદાહરણ ટાંક્યા
કચ્છ, જૂનાગઢ અને આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ (Chancellor of Ambedkar University)નો ઉલ્લેખ કરીને કિરીટ પટેલે જણાવ્યું હતું કે, નૈતિક મૂલ્ય ધરાવતા હોય તેવા વ્યક્તિઓની નિમણૂક કુલપતિ તરીકે કરવી જોઈએ.