ગાંધીનગર : વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની અંદર શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ શ્રેષ્ઠ ધારાસભ્યની નામની પસંદગી માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. જ્યારે કમિટી દ્વારા અનેક નામોની ભલામણ આવી છે ત્યારે ચોમાસુ વિધાનસભા સત્ર દરમિયાન અંતિમ દિવસે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થઇ જશે ત્યારે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવશે.
ઇટીવી ભારતના અહેવાલ પર વિધાનસભા અધ્યક્ષે મારી મહોર, બેસ્ટ MLA એવોર્ડની કરી જાહેરાત - વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ એવોર્ડ આપવામાં આવશે, ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં જ બેસ્ટ ધારાસભ્ય તરીકેના એવોર્ડ આપવામાં આવશે. જેની આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બેસ્ટ એમ.એલ.એ. એવોર્ડની સત્તાવાર જાહેરાત કરી છે જ્યારે ઈટીવી ભારતે 10 સપ્ટેમ્બરના રોજ વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો.
ઇટીવી ભારતના અહેવાલ પર વિધાનસભા અધ્યક્ષે મારી મહોર, બેસ્ટ MLA એવોર્ડની કરી જાહેરાત