ETV Bharat / city

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 10 મે થી 25 મે સુધી પરીક્ષાનું આયોજન - Std. 10 and 12 Board Examination

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે સત્તાવાર રીતે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં મે મહિનાની 10 તારીખથી 25 તારીખ દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
author img

By

Published : Feb 3, 2021, 8:45 PM IST

Updated : Feb 3, 2021, 9:14 PM IST

  • ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મે થી શરૂ થશે
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી
  • કોવિડ 19ના નિયમો અનુસાર લેવામાં આવશે પરીક્ષા
    શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
    શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે સત્તાવાર રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં મે મહિનાની 10 તારીખથી 25 તારીખ દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ પણ શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યો છે, જે અંગે તમામ શાળા સંચાલકોને આ કાર્યક્રમ મોકલી દેવામાં આવ્યો છે.

બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

કોરોના ગાઈડલાઈન્સનું પાલન ફરજીયાત

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ જગ્યા ઉપર કોરોના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન પણ કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે, જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાજિક અંતર સેનેટાઈઝરની વ્યવસ્થા અને થર્મલથી ચેકિંગની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ઉપર કરવાની રહેશે. નિયમો પ્રમાણે જ એક વર્ગખંડમાં પરીક્ષાર્થીઓની હાજરી નિયમિત કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

25 મે સુધીમાં તમામ પ્રવાહોની પરીક્ષા થશે પૂર્ણ

રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા બુધવારે સત્તાવાર રીતે બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે 25 મે સુધીમાં ધોરણ 10ના બોર્ડના તમામ પેપરો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પણ તમામ વિષયના પેપરોની પરીક્ષા લઈ લેવામાં આવશે. આમ 25 મે સુધીમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે.

બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

શિક્ષણપ્રધાને અગાઉથી જાહેર કર્યું હતું પરીક્ષાનું માળખું

રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અનલોકની પરિસ્થિતિમાં જ જાહેરાત કરી હતી કે, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજવામાં આવશે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મે મહિનામાં પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Last Updated : Feb 3, 2021, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.