- કર્મચારીઓ માટે આનંદના સમાચાર, સપ્ટેમ્બર માસના પગારથી લાગુ પડશે
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી જાહેરાત
- ભારત સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે પણ જાહેર કર્યું
ગાંધીનગર : ગાંધીનગર સેક્ટર 17 ખાતે ટાઉનહોલ રીનોવેશન કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. જે દરમિયાન તેમને મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી અમલ કરાવ્યો છે ત્યારે રાજ્ય સરકારના નાણા વિભાગે પણ મુખ્યપ્રધાનની સહમતી સાથે ભથ્થું જારી કર્યું હતું. જે સાથે જ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
ભારત સરકારના ધોરણે કર્મચારીઓને લાભ અપાશે
નીતિન પટેલે મીડિયા બાઇટમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત સરકારે મોંઘવારી ભથ્થું વધારીને અમલ જાહેર કરી દીધો છે. જેથી ગુજરાત સરકાર પણ મોંઘવારી ભથ્થું ચૂકવશે. ભારત સરકારે જુલાઈ મહિનાથી 11 ટકાના વધારાની સાથે 17 ટકાને બદલે 28 ટકા મોઘવારી ભથ્થું નક્કી કર્યું છે. જેથી ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ભારત સરકારના ધોરણે કર્મચારીઓને અને પેન્શનરોને 17 ટકામાંથી 11 ટકા વધારી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. સપ્ટેમ્બર માસથી અમલ ચાલુ કરીશું. સપ્ટેમ્બર માસનો પગાર 28 ટકા મોંઘવારી ભથ્થા સાથે આ મહિનાનાના આખરે ચૂકવાશે.
સરકારે કર્યો મોંઘવારી ભથ્થામાં વધારો, એક મહિનાનો 378 કરોડનો બોજો સરકારને માથે આવશેનાયબ મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, ભારત સરકરાની જેમ ગુજરાત સરકારે પણ એરિયસ અગાઉના મહિનાનું આપવાનો નિર્ણય કર્યો છે. જુલાઈ મહિનાનું એરિયસ ઓકટોબર મહિનાના પગાર સાથે દિવાળી સમયમાં ચૂકવીશું. એક મહિનાનો 378 કરોડનો બોજો સરકારને માથે આવશે. એટલે આ મહિનાના પગારમાં ચૂકવાશે. તેમાં 17ની જગ્યાએ 28 ટકાનું ભથ્થું ચૂકવાશે. ઑગસ્ટ મહિનાની ચૂકવણી જાન્યુઆરી 2022ના પગાર સાથે ચૂકવવામાં આવશે. જેથી એરિયસ બે ભાગમાં વહેંચી દીધું છે.
17 કરોડના ખર્ચે સેક્ટર 17નો ટાઉન હોલ રીનોવેટ થશે નીતિન પટેલે ટાઉન હોલમાં રીનોવેશન અંગે કહ્યું કે, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અનેક સભા, મિટીંગ અને સંમેલન સહિત વિવિધ કાર્યક્રમ થાય છે. ટાઉન હોલનું રીનોવેશન કરવું જરૂરી છે. જેથી આગામી 6 મહિનામાં ગાંધીનગર સેકટર 17ના ટાઉન હોલનું 17 કરોડના ખર્ચે રીનોવેશનનું કામ થશે. જેમાં પુંસબેક ચેર લાગવામાં આવશે. ટેન્ડર નક્કી થયું છે અને કામગીરી સોંપવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીના સાથે સાઉન્ડ સિસ્ટમ સહિત લાઈટ અને ચેર બદલવામાં આવશે. હાલ 1100 બેઠક છે જેમાં ઘટાડો થઈને 1 હજાર બેઠક વાળો ટાઉન હોલ બનશે. આ પણ વાંચોઃ
9.61 લાખ કર્મચારીઓને ચૂકવશે બાકીનું એરિયર્સ, સરકારને પડશે 464 કરોડનો બોજોઆ પણ વાંચોઃ પાટીદાર અનામત બાબતે રાજ્ય સરકાર પાસે સત્તા, કોઈ પણ નેતા આવીને નિવેદન કરે તે રાજ્ય સરકાર માટે મહત્વનું નથી: નીતિન પટેલ