ETV Bharat / city

કોરોના વચ્ચે મોટી કંપનીઓ એન્ટી કોવિડ પ્રોડક્ટ તરફ વળી, વિવધ પ્રોડક્ટ પર રિસર્ચ શરૂ - વાઇરસ નષ્ટ

કોરોનાની (Coronavirus) મહામારીને કારણે સામાન્ય લોકોથી લઈને મોટા મોટા ઉદ્યોગોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. આથી, દેશની અનેત મોટી કંપનીઓ હવે એન્ટી કોવિડ (anti-covid products) રિસર્ચ તરફ વળી છે. ત્યારે, કોવિડ ટેસ્ટિંગ (covid testing) લેબમાં એક કંપની પોતાના એંટી વાયરલ મટીરીયલનું ટેસ્ટિંગ કરાવવા આવી હતી. જે અંતર્ગત નેનો મટીરીયલનું ટેસ્ટિંગ કરાયું હતું. જેના પરિણામમાં એવું સાબિત થયું કે, અમે જે કોપર બેઝ નેનો ટેકનોલોજી(Copper base nanotechnology)નો ઉપયોગ કર્યો છે તે સ્થળ ઉપર જ માત્ર 2 મિનિટ બાદ કોવિડ સહિતના વાઇરસ નષ્ટ થયા હતા.

કોરોના વચ્ચે મોટી કંપનીઓ એન્ટી કોવિડ પ્રોડક્ટ તરફ વળી

author img

By

Published : Jun 5, 2021, 5:37 PM IST

  • દેશની મોટી કંપનીઓ હવે કરી રહી છે એન્ટી કોવિડ રિસર્ચ
  • નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં 14 કંપનીઓ પોતાના પ્રોડક્ટ પર કરાવી રહી છે રિસર્ચ
  • એન્ટી કોવિડ મટીરીયલ હવે આવશે બજારમાં

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોના (Coronavirus) એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે, લોકો એન્ટી કોવિડ વસ્તુઓ પર વધારે વિશ્વાસ રાખી રહ્યા છે. આ ઉપરાંત, ખાનગી કંપનીઓ પણ હવે પોતાની પ્રોડક્ટ એન્ટી કોવિડ(anti covid) બનાવવા માટે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સીક યુનિવર્સિટી (National Forensic University) માં રીસર્ચ કરાવવા તૈયાર થયા છે. જેમાં, અત્યારે 14 જેટલી કંપનીઓના પ્રોડક્ટ પર રિસર્ચ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કોરોના વચ્ચે મોટી કંપનીઓ એન્ટી કોવિડ પ્રોડક્ટ તરફ વળી

એન્ટી વાઇરલ મટિરિયલ્સ પર રિસર્ચ

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના રિસર્ચર ડોક્ટર ભાર્ગવ પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોના મહામારીના પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન મે 2020થી કોઈ ટેસ્ટિંગ લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, સપ્ટેમ્બર 2020થી નેશનલ સાયન્સ યુનિવર્સિટીમાં એન્ટી વાઇરલ ટેસ્ટીંગ લેબોરેટરી ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દેશના કુલ 73.05 ટકા કોરોનાના કેસ માત્ર 10 રાજ્યોમાંથી જ નોંધાયા : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

કોપર બેઝ નેનો ટેકનોલોજીનો સારો પ્રતિસાદ

ડોક્ટર ભાર્ગવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ ટેસ્ટિંગ લેબમાં એક કંપની પોતાના એંટી વાયરલ મટીરીયલનું ટેસ્ટિંગ કરાવવા આવી હતી. જે અંતર્ગત નેનો મટીરીયલનું ટેસ્ટિંગ કરાયું હતું. જેના પરિણામમાં એવું સાબિત થયું કે, અમે જે કોપર બેઝ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તે સ્થળ ઉપર જ માત્ર 2 મિનિટ બાદ કોવિડ સહિતના વાઇરસ નષ્ટ થયા હતા. જ્યારે, આ રિસર્ચ 2 પ્રોડક્ટ પર કરવામાં આવ્યું હતું. જેમાં એક પ્રોડક્ટ પર કોપર બેઝ નેનો મટીરીયલનું કોટિંગ કરવામાં આવ્યું હતું અને બીજા બધાને કોટિંગ વગર રાખવામાં આવ્યું હતું. ત્યારે, પ્રોડક્ટ પર વાઇરસ 2 મિનિટ કરતાં પણ વધારે ટક્યો ન હતો.

ડોકટર્સ દ્વારા લેવામાં આવ્યા સેમ્પલ

ડોક્ટર હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એન્ટીવાયરલ નેનો કોટિંગના પ્રયોગ દરમિયાન 35 જેટલા સેમ્પલો લીધા હતા અને ઝીરો મિનિટથી લઈને 180 મિનિટ સુધીના સમયગાળા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં કો-બેઝ નેનો મટીરીયલ ટેસ્ટિંગ થયું હતું. જેના પરિણામો ખૂબ સારા આવ્યા છે. જ્યારે, જુદી-જુદી સપાટી ઉપર કોપર બેઝ કર્યું અને બધી જ સપાટી ઉપર માત્ર 2 મિનિટ બાદ વાઇરસ જોવા મળ્યો ન હતો. જેથી એવું પણ કહી શકાય કે જે પણ સ્થળે તાંબા મિશ્રિત કોટિંગ કરવામાં આવે તો જે તે સ્થાનને અથવા તો વસ્તુને કોરોના વાઇરસથી બચાવી શકીએ છીએ. જ્યારે, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીમાં પ્રોડક્ટની જો વાત કરવામાં આવે તો સ્ટીલ, ગારમેન્ટ, પ્લાસ્ટિક, લેમીનેટ, વુડન સીરામીક ગ્લાસ જેવા પ્રોડક્ટ પર રિસર્ચ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: ભારત બાયોટેકે કો વેક્સિન નું ઉત્પાદન વધાર્યું

કોપર બેઝ નેનો ટેકનોલોજી કઈ રીતે કરે છે કામ

મહત્વની વાત કરવામાં આવે તો, આ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે તે બાબતે ભાર્ગવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને ડીશઈનફેક્ટ કરવામાં તાંબાનો મહત્વનો ભાગ છે. તાંબું ઓક્સિડાઈઝિંગ મટીરીયલ તરીકે કાર્ય કરે છે. કોરોના વાઇરસ ઉપરનું પડ પ્રોટીનનું હોય છે અને જ્યારે તાંબા અને આ પ્રકારના નેનો ટેકનોલોજીની મદદથી બનાવેલા કોટિંગના સંપર્કમાં આવે છે. ત્યારે, કોવિડ વાઇરસના પ્રોટીનનું સ્ટ્રક્ચર તૂટી જાય છે અને તેના અંદર રહેલો RNA બહાર આવી જાય છે અને તે ઝડપથી નાશ પામે છે.

આ ટેકનોલોજી ક્યાં ઉપયોગી બની શકે

ટેકનોલોજીના ઉપયોગની વાત કરવામાં આવે તો આ ટેકનોલોજી એટલે કે કોપર બેઝ નેનો કોટિંગ દ્વારા ઓપરેશન થિયેટર હોય કે રૂમ હોય તેને કોવિડ વાઇરસ ફ્રી બનાવી શકાય છે. જ્યારે, કોઈપણ હોસ્પિટલ પબ્લિક મોલ્સ કે એવી જગ્યા કે જ્યાં જાહેર જનતા દ્વારા વધુ ઉપયોગ કરવામાં આવતો હોય અને તેને સ્પર્શ કરવામાં આવતા હોય તેવા તમામ જગ્યાએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે તે વસ્તુને કોટિંગ કરીને કોરોના વાઇરસને અટકાવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.