ETV Bharat / city

Teacher Transfer Rules Amendment Gujarat: 10 વર્ષ બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો, 2 લાખથી વધુ શિક્ષકોને થશે લાભ - સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન

ગુજરાત સરકારે 10 વર્ષ જૂના શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો (Teacher Transfer Rules Amendment Gujarat) કર્યો છે. આ નિયમમાં સુધારાથી 2 લાખથી વધુ શિક્ષકોને લાભ થશે. રાજ્યમાં પહેલા શિક્ષકોની નિમણૂક 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે થતી હતી તે સમયગાળો હવે 5 વર્ષનો કરવામાં આવ્યો છે.

Teacher Transfer Rules Amendment Gujarat: 10 વર્ષ બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો, 2 લાખથી વધુ શિક્ષકોને થશે લાભ

author img

By

Published : Feb 17, 2022, 7:21 PM IST

Updated : Feb 17, 2022, 7:30 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી રાજ્યના પ્રાથમિક શૈક્ષણિક સંઘ (primary education association gujarat) અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા શિક્ષકોની બદલીના નિયમો (Teacher transfer rules gujarat)ને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ મામલે આંદોલન પણ કરવામાં આવ્યા હતા.

Teacher Transfer Rules Amendment Gujarat

શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર

તો હવે વર્ષ 2022ના વિધાનસભાના ઇલેક્શન (gujarat assembly election 2022)માં ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 10 વર્ષ જૂના શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર (Teacher Transfer Rules Amendment Gujarat) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે આજે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ 10 વર્ષ જૂના શિક્ષકોની બદલી અને બઢતીના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.

છેલ્લા 4 વર્ષમાં 42 મુદ્દાઓને લઈને કરાઇ હતી રજૂઆત

શિક્ષકોની બદલી અને બઢતી (Transfer and promotion of teachers in Gujarat)ના નિયમોની વાત કરવામાં આવે તો શિક્ષકોને આ બાબતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે બાબતે શૈક્ષણિક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા દ્વારા રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈપણ પ્રકારના પરિણામ સામે આવ્યા નહોતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક મોટું આંદોલન (Protest At Satyagrah Chhavani Gandhinagar) પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: શિક્ષકોનાં કામના કલાક અંગેની ચર્ચાનો આજે કેબિનેટ બેઠકમાં આવ્યો અંત, જાણો શું લેવાયો નિર્ણય

રાજ્યમાં 2 લાખ શિક્ષકોને થશે ફાયદો

ગુજરાતમાં હવે ઇલેક્શનને ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે શિક્ષકોનો રોષ શાંત પાડવા 10 વર્ષ જૂના નિયમોમાં બદલાવ કરવાનો નિર્ણય રાજ્યની નવી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નવા નિયમો બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, છેલ્લા 10 વર્ષ પહેલા શિક્ષકોના બદલીના અને બઢતીના નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા. આજે સમયની માંગ સાથે આ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય કરવામાં આવ્યો છે જેની સીધી અસર રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને પડશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ બાબતે મંજૂરી આપી છે.

નવા નિયમોના અમુક મહત્વના મુદ્દાઓ

જે તે જિલ્લામાં જિલ્લા ફેરબદલીનો લાભ એક વખત જ આપવામાં આવતો હતો. જૂના નિયમમાં વતન શબ્દ દૂર કરી નવી જોગવાઈ કરવામાં આવી છે. હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી થઈ શકશે. પતિ-પત્નીના કિસ્સામાં અનુદાનિત સંસ્થાએ સરકારના જાહેર સાહસો છે એમાં પણ લાભ આપવામાં આવશે. બદલી માટે સંબંધિત લોકોએ ફરિયાદ કરવા માટે ફરિયાદ નિવારણ સમિતિ પણ તૈયાર કરાશે અને જે તે શિક્ષકો બદલીની ફરિયાદ સમિતિમાં કરી શકાશે. રાજ્યમાં પહેલા શિક્ષકોની નિમણૂક 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે થતી હતી તે સમયગાળો હવે 5 વર્ષનો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શાળાઓ મોડી શરૂ થતા 2 લાખ શિક્ષકો અભ્યાસક્રમનું ભારણ ઘટાડવા આપશે સમયદાન

રોજના આવતા હતા 50 જેટલા ફોન

છેલ્લા 3થી 4 વર્ષની અંદર 2થી 3 હજાર જેટલા શિક્ષકોની બદલી થઇ હતી, પરંતુ તેઓને છૂટા કરવામાં આવ્યા નહોતા જેથી તેઓને હવે આગામી સમયમાં નવી જગ્યાએ બદલી આપવામાં આવશે. રાજ્યમાં શિક્ષકોની બદલી માટે રાજ્યના શિક્ષણ અને શિક્ષક સંઘના આગેવાનો ઉપર રોજના 50 જેટલા ફોન આવતા હોવાની વાત પણ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલે કરી હતી રાજ્ય સરકાર દ્વારા આજે નિયમ સુધારો કરવામાં આવ્યો છે તેનાથી શિક્ષકો પોતાના વતનમાં જઈ શકશે અને 4000 શિક્ષકોને આનો લાભ પ્રાપ્ત થશે.

છેલ્લા 2-3 વર્ષમાં અનેક વખત બેઠક કરવામાં આવી

આજે રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકો માટે સરકારે મહત્વના નિર્ણય કર્યો છે. બેઠકો બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષક માટે બદલીના નિયમોના 10 વર્ષ બાદ બદલી નાંખતા અમારી માંગણી પૂર્ણ થઈ છે. છેલ્લા 2-3 વર્ષમાં અનેક વખત બેઠક કરવામાં આવી, પરંતુ આજે ફક્ત 20 મિનિટમાં જ રાજ્યના શિક્ષણ પ્રધાને નિયમોમાં સુધારો કર્યો હોવાનું નિવેદન પણ ભીખાભાઇ પટેલે આપ્યું હતું.

ઐતિહાસિક નિર્ણય: દિગ્વિજયસિંહ

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ (president of the state primary teachers union gujarat) દિગ્વિજયસિંહ જાડેજાએ પરિષદમાં જણાવ્યું હતું કે, બદલીના નિયમમાં જે બદલાવ કર્યો છે તે ખૂબ જ લાભદાયી છે. આવનારા સમયમાં શિક્ષકોમાં સામાજિક પ્રશ્નોનો પણ ઉકેલ આવી જશે. આ ઉપરાંત 10 વર્ષથી બોર્ડ દ્વારા નિર્ણય બદલવાથી પણ શિક્ષકને લાભ થશે જેથી આ ઐતિહાસિક નિર્ણય છે.

Last Updated : Feb 17, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.