ETV Bharat / city

રાજ્યના તમામ પ્રધાનો દ્વારા NRC અને CAAના સમર્થનમાં રેલીનું આયોજન - ભાજપની રેલી

ગાંધીનગર: કેન્દ્ર સરકારના નાગરિકતા બિલ અંગે ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં વિરોધની આગ ગુજરાત સુધી પહોંચી છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, બરોડા અને ભરૂચમાં વિરોધને લઈને પોલીસ પર હુમલા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બિલ શું છે? તેનાથી શું થશે? તે અંગે માહિતી સાથે મંગળવારે રાજ્યના તમામ પ્રધાનો રેલી યોજીને જાહેર જનતાને આ બિલ અંગે માહિતી આપશે.

ETV BHARAT
રાજ્યના તમામ પ્રધાનો આજે રસ્તા પર, NCR અને CAAના સમર્થનમાં કરશે રેલી
author img

By

Published : Dec 24, 2019, 10:59 AM IST

કેન્દ્ર સરકારના નાગરિકતા બિલનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ દ્વારા એક ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના તમામ પ્રધાનો અને તમામ હોદ્દેદારો મંગળવારે ગુજરાતના વિવિધ ભાગમાં મોટી રેલી યોજીને નાગરિકતા બિલથી કોને ફાયદો છે? કોને નુકસાન છે? અને દેશની જનતાને તેનાથી શું ફાયદો છે ? તે અંગેની જાણકારી આપશે.

રાજ્યના તમામ પ્રધાનો આજે રસ્તા પર

મંગળવારે સુરત ખાતે 10:00 વાગ્યે રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી રેલી યોજવાના છે. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદમાં, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણામાં, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ ગાંધીનગરમાં રેલી યોજવાના છે. પ્રધાનો દ્વારા આયોજીત રેલીમાં જાહેર જનતાને નાગરિક્તા બિલ અંગે માહિતી આપવામાં આવશે.

ETV BHARAT
રાજ્યના તમામ પ્રધાનો આજે રસ્તા પર

આ ઉપરાંત ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલી જાહેર પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિદ્યાર્થી ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી રાજ્ય સરકારે SITની રચના કરી હતી. જેના રિપોર્ટ બાદ સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ગત બુધવારના રોજ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઇને સેક્ટર 7 પોલીસની વિવિધ 10 જેટલી ટીમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તપાસ અર્થે પહોંચી છે અને સોશિયલ મીડિયામાં ક્યાંથી પેપર લીક થયું તે અંગેની તપાસ કરશે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : કેન્દ્ર સરકાર ના નાગરિકતા બિલ અંગે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. જેમાં વિરોધની આગ ગુજરાત સુધી પહોંચી છે. જ્યારે અમદાવાદ રાજકોટ, બરોડા, ભરૂચમાં તો વિરોધને લઈને પોલીસ પર હુમલા પણ કરવામાં આવ્યા હતા ત્યારે આ બિલ શુ છે ? તેનાથી શુ થશે ? તેની માહિતી સાથે આજે રાજ્યના તમામ પ્રધાનો રેલી યોજીને જાહેર જનતાને બિલ વિશે જાણકારી આપશે. Body:કેન્દ્ર સરકારના નાગરિકતા બિલકુલ જે રીતના વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત ભાજપ દ્વારા એક ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રાજ્યના તમામ મંત્રીઓ અને તમામ હોદ્દેદારો આજે ગુજરાતના ખૂણે ખૂણામાં મોટી રેલી યોજીને નાગરિકતા બીરજુ છે તેનાથી કોને ફાયદો છે કોને નુકસાન છે અને દેશને જનતાને તેનાથી ફાયદો છે તે અંગેની જાણકારી આપશે મહત્વની વાત કરવામાં આવે તો આજે પ્રથમ રેલવે સુરત ખાતે 10:00 રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી છે ત્યાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદ ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ મહેસાણા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ ગાંધીનગરમાં આમ જગ્યા ઉપર રાજ્યના પ્રધાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને નાગરિકતા બિલ શા માટે કેન્દ્ર સરકાર લાવવી છે તે અંગે જાહેર જનતાને સમજાવશે...Conclusion:જ્યારે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલી જાહેર પરીક્ષાની પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિદ્યાર્થી ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને રાજ્ય સરકારે તે વિરોધને લઈને એક શીટ ની રચના કરી હતી તે શીટને રિપોર્ટ બાદ રાજ્ય સરકારે આ જય પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે હવે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ગત બુધવારના દિવસે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઇને સેક્ટર 7 પોલીસની અલગ અલગ દસ જેટલી ટીમો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તપાસ અર્થે પહોંચી છે અને સોશિયલ મીડિયામાં ક્યાંથી પેપર લીક થયું તે અંગેની તપાસ કરશે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.