ETV Bharat / city

5 જૂન સુધી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વેકેશન રહેશે

author img

By

Published : May 2, 2021, 5:14 PM IST

રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આગામી 5 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા સરકાર દ્વારા શાળાઓમાં વેકેશન જાહેર કરાયું હતું. રાજ્યમાં જોખમી કોરોના સંક્રમણને પગલે હાલ સુધીમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હતું, પરંતુ હવે 1 મે થી 5 જૂન સુધી તમામ શાળાઓ- યુનિવર્સિટીઓમાં વેકેશન રહેશે.

5 જૂન સુધી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વેકેશન રહેશે
5 જૂન સુધી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વેકેશન રહેશે
  • 1 મેથી ઉનાળુ વેકેશન શરૂ કરાયું
  • કોરોના સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
  • તમામ યુનિવર્સિટીઓમાં વેકેશન લાગુ પડશે

ગાંધીનગર : સ્કૂલો બાદ સરકાર દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓમાં પણ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વેકેશન 1 મેથી લઈને 5 જૂન સુધી લાગુ રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની અત્યારની બેકાબુ પરિસ્થતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી કોરોનાને લઈને શિક્ષણ કાર્ય બંધ હતું

જ્યારથી કોરોનાની લહેર આવી છે ત્યારથી વિદ્યાર્થીઓના ભણતરને જાણે ગ્રહણ લાગી ગયું છે. કોરોનાનો એક વેવ જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી અને કોલેજો શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું ભણતર પણ શરૂ થઈ ગયું હતું પરંતુ ફરી આ બીજા વેવમાં કોરોનાએ માથુ ઉંચકતા શિક્ષણ કાર્ય થોડો સમય બંધ કરવું પડ્યું છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાને લઈને શિક્ષણ કાર્ય બંધ હતું. જો કે ઓનલાઇન એજ્યુકેશન ચાલુ હતું પરંતુ હવેથી વેકેશન જાહેર કરાયું છે.

રાજ્યની તમામ યુનિવર્સિટીમાં સરકારે જાહેર કરેલું વેકેશન લાગુ પડશે

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રને આધારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ જેમાં સરકારી, ખાનગી, ગ્રાન્ટ ઇન એઇડ કોલેજે 5 જૂન સુધી તેનું પાલન કરવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.