- વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કર્યું
- ગાંધીનગર અને અમદાવાદને મેટ્રો થકી કનેક્ટિવિટી અપાશે
- વર્ષ 2024 સુધી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા
ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનાં ફેઝ-2નું ખાતમૂહુર્ત કર્યું હતું. જ્યારે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને ગાંધીનગર સુધી લંબાવવામાં આવ્યો છે. કુલ 5380 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું પરિવહન પણ વધુ સરળ બની જશે.
ફેઝ-1ની બાકીની 33.33 કિ.મી.ની કામગિરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરાશે
અમદાવાદ ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિલોમીટર છે. જેમાં 6.5 કિલોમીટરની એક લાઈન માર્ચ 2019 અગાઉ કાર્યરત કરવામાં આવી હતી. જ્યારે, બાકીની 33.33 કિલોમીટરની કામગિરી હાલમાં ચાલી રહી છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત, 2024 સુધી થશે પ્રોજેક્ટ પૂર્ણ : મેટ્રો M.D અમિત ગુપ્તા ભવિષ્યમાં મેટ્રો સરદાર વલ્લભભાઈ પટેલ અંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડાશેવડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં જે તબક્કાને મંજૂરી આપી છે, તેમાં મોઢેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર સુધીના 22 કિલોમીટર લાંબી લાઈનનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં તેને સરદાર વલ્લભભાઈ પટેલ અંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા તબક્કામાં મોઢેરા સ્ટેડિયમ થી જી એન એલ યુ થી ગિફ્ટ સિટી સુધી તે એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર 2 ની લંબાઈ 5.4 કિલોમીટર છે, આ અમદાવાદ નો બીજા તબક્કાનો મેટ્રો ફેઝ 2 ગ્રીન કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવશે તેવુ મેટ્રો ના એમ.ડી. અમિત ગુપ્તાએ જણાવ્યું હતું.
અમદાવાદ-ગાંધીનગરનાં રહેવાસીઓને થશે લાભઅમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2માં ગાંધીનગર સુધી વિસ્તરણ કરવામાં આવ્યું છે. જે અમદાવાદ અને ગાંધીનગર જોડશે. અમિતભાઈ વધુમાં જણાવ્યું હતું કે આ મેટ્રો ટ્રેન થી 8 લાખ મુસાફરો બધું જ બધું જ મુસાફરી કરી શકશે, ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસી સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે જ્યારે આવી જગ્યાએ મહત્વના સ્ટેશનો પણ રાખવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ મોટેરા થી જૂની સચિવાલય સુધી પણ સરકારી કર્મચારીઓને આવવા-જવા માટે સરળતા રહેશે.