ગાંધીનગરઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છાશવારે હડતાળ પર ઉતરતા (Resident doctor's strike at Ahmedabad Civil Hospital હોય છે ત્યારે આ વખતે ફરીથી એક વિવાદ સામે આવ્યો છે, જે દર્દીઓ અને ડોક્ટર વચ્ચે નહીં પરંતુ ડૉક્ટર અને ડોક્ટર વચ્ચે જ આ વિવાદ (Ahmedabad Civil Hospital Controversy) છે. આના કારણે રેસિડેન્ટ ડોક્ટરો હવે હડતાળ પર છે. આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલને મળીને બેઠક કરી હતી. આ બેઠકમાં આંદોલનકારી ડૉક્ટરો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડો. રાકેશ જોષી પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો- CNG Pump Dealers Strike : વડોદરામાં બે કલાક સીએનજી પંપ રહ્યા બંધ, ડીલરોની આવી છે માગણી
ઈમરજન્સી OPDનો બહિષ્કાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર (Resident doctor's strike at Ahmedabad Civil Hospital) છે. ત્યારે તમામ ડોક્ટરો એકઠા થઈને કામનો વિરોધ કર્યો છે. અમદાવાદ સિવિલમાં આવતી તમામ ઈમરજન્સી અને ઓફ ઈડર OPDનો બહિષ્કાર કર્યો છે. આ સાથે જ 1,200 બેડ ની કોવિડ હોસ્પિટલમાં પણ કામગીરીથી દૂર રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલમાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ વિવાદ છેલ્લા ત્રણ મહિનાથી ચાલતો આવ્યો છે, પરંતુ કોઈ પણ રીતે આ વિવાદનો નિવેડો (Ahmedabad Civil Hospital Controversy) આવ્યો નથી.
સિનિયર ડોકટર આપે છે માનસિક ત્રાસ
ગાંધીનગરમાં આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે ફરિયાદ (Ahmedabad Civil Hospital Doctors Complaint) કરવા આવેલા ડોક્ટરના આગેવાન પૈકી એવા ડોકટર રાહુલ ગામેતીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી સિનિયર ડોક્ટર્સ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. અમે તમામ નિયમ મુજબ કામગીરી કરતા હોઈએ છે તેમ છતાં પણ તમને માનસિક ત્રાસ આપવામાં આવી છે. આમ, સતત 17થી 18 કલાક સુધી કામ કરવા છતાં ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પરીક્ષામાં સારું થશે નહીં તેવી પણ ધમકી આપવામાં આવે છે.
આ પણ વાંચો- Doctors strike called off : સરકારે તમામ માગ સ્વીકારી, હપ્તે ચૂકવણી થશે
સિવિલના રેસિડન્ટ ડોક્ટર્સ હવે સરકારના ભરોષે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનાથી વિવાદ (Ahmedabad Civil Hospital Controversy) ચાલતો આવી રહ્યો છે. આ બાબતે અગાઉ પણ કમિટીની રચના થઈ હતી, પરંતુ કોઈ પણ નિષ્પક્ષ તપાસ થઈ ન હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થી ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફરીથી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવને રજૂઆત (Ahmedabad Civil Hospital Doctors Complaint) કરવામાં આવી છે. ત્યારે હવે સરકાર ફરીથી નિષ્પક્ષ કમિટીની રચના કરીને આ બાબતે સંપૂર્ણ તપાસ થાય અને સંપૂર્ણ રીતે વિવાદનો અંત આવે તે બાબતની ચર્ચા વિચારણા Ahmedabad Civil Hospital Controversy) ચાલી રહી છે.
કમિટી નહીં સિનિયર ડોક્ટર્સ સામે કાર્યવાહી કરવા માગ
ઉલ્લેખનીય છે કે, હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ કમિટી નહીં, પરંતુ સીધી જ રીતે સિનિયર ડોક્ટર સુપર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. જ્યારે કોઈ પણ કાર્યવાહી કરવા કમિટીની રચના હોવી જરૂરી છે તેવું પણ સિવિલ સુપરિન્ટન્ડન્ટ ડો. રાકેશ જોષી માની રહ્યા છે. આમ, હવે સરકાર દ્વારા આગામી દિવસોમાં આ બાબતે નક્કર પગલાં લેવામાં આવશે.