ETV Bharat / city

રિક્ષામાં જતા પ્રવાસીઓ વધુ ભાડું ચૂકવવા થઈ જાઓ તૈયાર, સરકારે આપ્યો નવો ઝટકો - રિક્ષાચાલક એસોસિએશનની માગ

ગાંધીનગરમાં અમદાવાદ ઑટો રિક્ષા એસોસિએશનના (Ahmedabad Auto Rickshaw Association) અગ્રણીઓએ રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી (State Transport Minister Purnesh Modi) સાથે બેઠક યોજી હતી. આ બેઠક પછી રિક્ષાચાલકોને ફાયદો (Benefit to rickshaw pullers of Ahmedabad) થાય તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રિક્ષામાં જતા પ્રવાસીઓ વધુ ભાડું ચૂકવવા થઈ જાઓ તૈયાર, સરકારે આપ્યો નવો ઝટકો

author img

By

Published : Jun 8, 2022, 3:17 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં દિવસેને દિવસે CNG ગેસના ભાવમાં (CNG gas price hike) સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના રિક્ષાચાલકોએ રિક્ષાની હડતાળ અને આંદોલનની ચીમકી આપી હતી. આ તમામની વચ્ચે આજે (બુધવારે) ગાંધીનગરમાં અમદાવાદ ઑટો રિક્ષા એસોસિએશનના (Ahmedabad Auto Rickshaw Association) અગ્રણીઓએ વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી સાથે બેઠક (State Transport Minister Purnesh Modi) યોજી હતી. આ બેઠક પછી રિક્ષાના મિનિમમ ભાડામાં (Rickshaw fare hike) વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો.

હવે 31 માર્ચ સુધી કોઈ વધારો નહીં

આ પણ વાંચોઃEx Soldiers Rally in Gandhinagar : સીએમે રસ્તો બદલી નાંખવો પડયો, હવે બેઠક માટે નક્કી થયું છે આવું

કેટલો વધારો કરાયો - ઑટો રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશને (Ahmedabad Auto Rickshaw Association) આજે પોતાના પ્રશ્નો અને વિવિધ માગ રાજ્ય પ્રધાન સમક્ષ મૂકી હતી. જોકે, આ બેઠક પછી રિક્ષાનું મિનિમમ ભાડું કે, જે હાલ 1.2 કિલોમીટરના 18 રૂપિયા છે. તે વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે પ્રતિ કિલોમીટરનું ભાડું વધારીને હવે 15 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે ઑટો રિક્ષાચાલકોની માગ હતી કે, 18 રૂપિયાના 30 રૂપિયા કરવામાં આવે અને પ્રતિ કિલોમીટરનું ભાડું વધારીને 15 કરવામાં આવે છે, જેમાં ફક્ત પ્રતિ કિલોમીટર ભાડું કેટલું 15 કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આ પણ વાંચોઃ LPG ડિલર્સના પરવાના બાબતે સરકારે આપી મુક્તિ, ગુજરાત સરકારની જાહેરાત

હવે 31 માર્ચ સુધી કોઈ વધારો નહીં - ઉલ્લેખનીય છે કે, રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશને વિવિધ માગ (Demand of Rickshaw Associations) રજૂ કરી હતી. તેમાંથી રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને 2 રૂપિયા કિલોમીટરનો ભાવ વધારો કર્યો છે. ભાડામાં થયેલો આ ભાવવધારો 10 જૂનથી લાગુ કરવામાં આવશે. તો હવે રાજ્યના અલગ અલગ ઑટો રિક્ષા એસોસિએશન (Ahmedabad Auto Rickshaw Association) 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકાર ગેસનો ભાવ વધે કે રાજ્ય સરકારનો ગેસ અંગે નોટિસ વધે તો પણ રિક્ષા ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવાની આગેવાનોએ ખાતરી પણ આપી છે. આમ, હવે 31 માર્ચ સુધી રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં.

સરકાર સામે ઉચ્ચારી હતી ચીમકી - રિક્ષા ભાડામાં વધારાની માગ સાથે અમદાવાદના અલગઅલગ રિક્ષા એસોસિએશને હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ રિક્ષાની પાછળ આ વખતે ભાજપને મત નહીં આપવાના પોસ્ટર પર લગાવ્યા હતા. તેના કારણે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બેઠક યોજીને 2 રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવમાં (Benefit to rickshaw pullers of Ahmedabad) વધારો કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.