ETV Bharat / city

માર્કશીટની ફી કાપીને બોર્ડ ધોરણ 10ની પરીક્ષા ફી પરત કરશે

ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાસેથી રાજ્ય શૈક્ષણિક બોર્ડ પરીક્ષા ફી લેવામાં આવે છે જો કે આ વર્ષે પરીક્ષા રદ્દ થતાં વિદ્યાર્થીઓને આ ફી પરત કરવામાં આવશે.

માર્કશીટની ફી કાપીને ધોરણ 10 બોર્ડની ફી પરત કરવામાં આવશે

author img

By

Published : May 24, 2021, 5:16 PM IST

  • રાજ્ય સરકારના માસ પ્રમોશન બાદ શિક્ષણ બોર્ડ કામમાં વધારો
  • વિદ્યાર્થીઓને ફી પરત મુદ્દે ચર્ચાઓનો દોર યથાવત
  • ધોરણ 10માં છે 7.50 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી અને ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કેસમાં સતત વધારાને કારણે રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરીને તમામ વિદ્યાર્થીઓ કે જે રેગ્યુલર પરીક્ષા આપી રહ્યા છે. તેઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો હતો ત્યારથી હવે વિદ્યાર્થીઓ પાસેથી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષાની ફી ઉઘરાવી છે તે કઈ રીતે પરત આપવી અને માર્કશીટના કેટલા રૂપિયા આપવા તે અંગે હજુ પણ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા બેઠકોનો દોર યથાવત છે તે અંગે હજી સુધી કોઇ નિર્ણય આવ્યો નથી.

255 રૂપિયા જેટલી બોર્ડની ફી

રાજ્ય શિક્ષણ બોર્ડ તરફથી મળેલ માહિતી પ્રમાણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાસેથી 255 રૂપિયા બોર્ડની ફી ઉઘરાવવામાં આવે છે. જેમાંથી 10 રૂપિયા શાળાને આપવામાં આવે છે. જ્યારે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ધોરણ 10ની વિદ્યાર્થીનીઓની ફી રાજ્ય સરકાર દ્વારા તમામ ખર્ચ ઉપાડવામાં આવે છે જેથી હવે ફક્ત વિદ્યાર્થીઓની જ ફી પરત કરવામાં આવશે.

વધુ વાંચો: ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

7.50 લાખ જેટલા છે રેગ્યુલર પરીક્ષાર્થીઓ

એક અંદાજ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2020-21ની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં કુલ 7.50 લાખ જેટલા રેગ્યુલર એટલે કે નિયમિત વિધાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં 50 ટકા જેટલી વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે એટલે કે હવે બોર્ડ દ્વારા 3.25 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે.

માર્કશીટની ફી કાપીને પરત કરાશે

ધોરણ10ના નિયમિત વિદ્યાર્થીઓને માણસ પ્રમોશન તો આપવામાં આવ્યું છે પરંતુ ધોરણ 11 અને ડિપ્લોમા પ્રવેશ મેળવવા કોઇ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10ની શાળાકીય પ્રથમ અને બીજી પરીક્ષામાં મેળવેલા ગુણને આધારે તેઓને માર્ચ આપવાનો ચર્ચા વિચારણા કરવામાં આવી છે ત્યારે તેઓને હવે માર્કશીટ પણ આપવામાં આવશે જેથી માર્કશીટના અંદાજિત 50 થી 70 રૂપિયાની વચ્ચેનો ખર્ચ કાપીને રૂપિયા પરત કરવામાં આવશે.

વધુ વાંચો: CBSEએ ધોરણ 10ની પરીક્ષાઓ રદ્દ કરી, ધો.12ની પરીક્ષાઓ મોકૂફ

ઓનલાઇન મારફતે શાળાને આપવામાં આવશે ફી પરત

દરેક વિદ્યાર્થીને ફી પરત કરવી થોડું અઘરું કાર્ય હોવાથી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આવનારા સમયમાં જે તે શાળાના સંચાલકોને ઓનલાઈન ફીના રૂપિયા પરત કરવામાં આવશે અથવા તો જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપીને સ્કૂલોને રૂપિયા પરત કરવામાં આવી શકે છે. આ પ્રકાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે. કુલ રેગ્યુલર પરીક્ષાર્થીઓ 7.50 લાખના ફક્ત વિદ્યાર્થીઓની 50 ટકા લેખે ફી ગણીએ અને 70 રૂપિયા જેટલી ફી માર્કશીટની કાપીને અંદાજીત 6.47 કરોડ ફી પરત કરવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.