ગાંધીનગરઃ રાજ્યમાં નવરાત્રિનો તહેવાર યોજવામાં આવશે, પરંતુ ગરબા થઈ શકશે નહીં. જેને લઇને તે જ બોલાવતાં કલાકારોને જીવનધોરણ કેવી રીતે ચાલશે તે મહત્વનો પ્રશ્ન થઇ રહ્યો છે. લગ્ન સિઝનમાં પણ કલાકારોને કામગીરી મળતી હોય છે. ગરબાના પ્રોગ્રામ કરતાં હોય છે પરંતુ તે પણ કોરોના વાઈરસના કારણે થતાં નથી. તેને લઈને કલાકારોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. ધંધા-રોજગાર શરૂ થયાં બાદ પણ અનેક વેપારીઓની આર્થિક સ્થિતિ સુધારી શકી નથી. ત્યારે જેના સંપૂર્ણ રોજગાર જ બંધ છે તેની સ્થિતિ કેવી હોઈ શકે તે માત્ર કલ્પના જ કરવી રહી.
કલાકાર અધિકાર આંદોલન સમિતિ દ્વારા તેમના ધંધા-રોજગાર ચાલુ થાય કલાકારો, સાજીંદાઓ, સંગીત, સાઉન્ડ અને ડીજે બેન્ડના કલાકારોનુ ગુજરાન શરૂ થાય તે માટે મંજૂરી આપવા સહિતના મુદ્દાઓને લઈને ગાંધીનગર શહેરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતીક ધરણા કરવામાં આવ્યાં હતાં.
ત્યારે આંદોલન સમિતિના કન્વીનર રાજેશ ગોહિલે કહ્યું કે, છેલ્લાં 8 મહિનાથી કોરોના વાઈરસના કારણે અમારા ધંધા-રોજગાર છીનવાઈ ગયાં છે. કલાકારોને આત્મહત્યા કરવી પડી રહી છે. ત્યારે અમારી માગ છે કે, સરકાર વચ્ચેનો રસ્તો કાઢીને અમને રોજગારી પૂરી પાડે કોરોના વાયરસની ગાઈડલાઈન મુજબ નવરાત્રિમાં સ્ટેજ પ્રોગ્રામ કરવાની મંજૂરી આપવામાં આવી જોઈએ.