ETV Bharat / city

Psycho Rapist : 3 બાળકીઓ પર દુષ્કર્મ કરનાર એક જ આરોપી, 3 વર્ષની બાળકીની હત્યા કરી દુષ્કર્મ આચર્યું - Psycho Rapist

ત્રણ બાળકીઓના અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર વિકૃત સાયકો ( Psycho Rapist ) ગાંધીનગર પોલીસના ( Gandhinagar Police ) હાથે ઝડપાયો છે. જેમાં એક ત્રણ વર્ષની બાળકીની હત્યા કરી તેના પર દુષ્કર્મ કરીને ફેંકી દીધી હતી. આરોપીએ આ પહેલા એક 5 વર્ષની અને 7 વર્ષની બાળકી પર પણ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેમાં 3 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક બાળકીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Psycho Rapist : 3 બાળકીઓ પર દુષ્કર્મ કરનાર એક જ આરોપી, 3 વર્ષની બાળકીની હત્યા કરી દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Nov 8, 2021, 5:42 PM IST

  • પરણિત અને એક દીકરીનો પિતા છે આરોપી વિજય ઠાકોર
  • પોર્ન ફિલ્મો જોયા બાદ વિકૃત બની જતો હતો આ સાયકો
  • બાળકીઓને ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરતો હતો

ગાંધીનગર : પોર્ન ફિલ્મો જોયા બાદ વિકૃત સાયકો દુષ્કર્મી ( Psycho Rapist ) વિજય પોપટજી ઠાકોર, કલોલના વાંસજડા ગામનો રહેવાસી છે. આરોપી બાળકીઓનું અપહરણ કરતો હતો. પોતે પરણિત છે અને એક બાળકીનો પિતા પણ છે. દેશી દારૂ પીવાની લત અને પોર્ન ફિલ્મો જોવાની આદતના કારણે તે એટલી હદ સુધી વિકૃત બન્યો હતો કે 3 વર્ષથી લઇ 7 વર્ષ સુધીની 3 બાળકીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. ગાંધીનગર પોલીસ ( Gandhinagar Police ) અને એલસીબીએ ગઈ કાલે વિજય પોપટજીની અટક કરી છે. આરોપી હાલ રિમાન્ડ પર હોવાથી ખૂન અને દુષ્કર્મના ગુનાઓ બાબતે વધુ પુરાવાઓ એકત્રિત કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

દિવાળી સમયે બાળકીઓ પર દુષ્કર્મ કર્યાના 3 બનાવો બન્યાં હતાં

રેન્જ આઇ.જી. અભય ચૂડાસમાએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ દિવાળીમાં 3 બનાવો બન્યા હતાં. નાની ઉંમરની બાળકીઓ પર દુષ્કર્મના આ બનાવોનો એક જ આરોપી ( Psycho Rapist ) વિજય પોપટજી ઠાકોર સાયકો છે. સર્વપ્રથમ એક બાળકી કેનાલ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી. જેના પર બળાત્કાર થયો હતો. ત્યાર બાદ અન્ય એક બાળકીની ગુમ થયાની ફરિયાદ આવી હતી. જેથી પોલીસે સઘન તપાસ હાથ ધરતા શંકાસ્પદ આરોપી વિજય પીપોટજી પકડાયો હતો. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ 11 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે પોલીસ તપાસમાં ( Gandhinagar Police ) આ આરોપીએ ત્રણ બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે.

આરોપી હવે રીમાન્ડ પર છે અને પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે

બાળકીને લાલચ આપી પરિવારથી દુર કરી તેના પર દુષ્કર્મ કરતો હતો

4 નવેમ્બરના રોજ રાંચરડા ગામની સીમમાં પાંચ વર્ષની બાળકીને કોઈ અજાણ્યા ઇસમે ઘરની ઓરડી પાસેથી મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરી રાંચરડાથી બાવળા જતા રોડ પર ધોળકા કેનાલ નજીક છોડી દીધી હતી. જેથી આ અંગેની ફરિયાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે ( Gandhinagar Police ) સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને તપાસ હાથ ધરતા ( Psycho Rapist ) વિજય પોપટજી ઠાકોર ઝડપાયો હતો. તેણેે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી.

બાળકી રડતા તેને મારી નાખી અને ત્યાર બાદ વિકૃતે દુષ્કર્મ આચર્યું

5 નવેમ્બરના રોજ રાત્રીના સમયે ખાત્રજ ચોકડી પાસે આવેલ છાપરામાંથી અન્ય એક ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જે બાબતે સાંતેજ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની પણ કબુલાત વિજય ઠાકોરે ( Psycho Rapist ) કરતાં હાલ આ બાળકી ક્યાં છે તે બાબતે પૂછપરછ કરતા તેણે અવાવરું જગ્યાએ છોડી દીધી હોવાનું તેને પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેથી ખાત્રજથી મોટી ભોંયણ જતા રોડ પર તળાવની સામે ગરનાળા નજીક અવાવરૂ જગ્યાએ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાં તેણે આ બાળકી પર અપહરણ કર્યા બાદ રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકી રડતાં તેને પહેલાં મારી નાખી હતી ત્યાર બાદ તેના દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકારનું અમાનવીય અને અકલ્પનીય કૃત્ય આ આરોપીએ કર્યું હતું.

7 વર્ષની બાળકીનો મોબાઈલ લઈને ભાગી જાય અપહરણ કર્યું

આ બે બાળકીઓની કબુલાત પોલીસ સમક્ષ કર્યા બાદ પોલીસે ( Gandhinagar Police ) યુક્તિ પ્રયુક્તિ કરી તેની વધુ પૂછપરછ કરી હતી. જ્યાં ત્રીજી ઘટનામાં 7 વર્ષની બાળકીનો મોબાઈલ લઈને ભાગી ગયો હતો. જ્યાં બાળકી પાછળ આવતા તેનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એમ આ રીતે ત્રણ બાળકીઓનું અપહરણ કરી સાયકો આરોપીએ ( Psycho Rapist ) દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચોઃ ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે મુંબઈનો યુવક નકલી IPS ઓફિસર બન્યો,પહોંચ્યો જેલના સળિયા પાછળ

આ પણ વાંચોઃ ખાત્રજમાં અપહરણ થયેલ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તળાવ નજીકથી મળી આવ્યો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.