ETV Bharat / city

AAP protest at Kamalam: ગાંધીનગર કોર્ટે આપ પાર્ટીના 55 નેતા-કાર્યકર્તાઓને શરતી જામીન આપ્યા - પેપર લીક

કમલમના વિરોધ પ્રદર્શન (AAP protest at Kamalam) મામલે આપના નેતા અને કાર્યકર્તાઓને શરતી જામીન મળ્યા છે. કમલમ વિરોધ પ્રદર્શનના કેસમાં મહિલાઓ સહિત આપના નેતા અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગર સેશન કોર્ટમાં 55ને શરતી જામીન આપવામાં આવ્યા છે. ત્યારે આજે સાંજે તમામને સાબરમતી જેલમાંથી છોડવામાં આવે તેવી શકયતા છે.

AAP protest at Kamalam: વાઇબ્રન્ટ સમિટમાં આંદોલનની બીકે આપ પાર્ટીના 55 નેતા-કાર્યકર્તાઓના શરતી જામીન

author img

By

Published : Dec 30, 2021, 3:39 PM IST

Updated : Dec 30, 2021, 3:55 PM IST

ગાંધીનગર: ગાંધીનગરમાં પેપર લીક (Head clerk paper leak) કૌભાંડ મામલે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવીણ રામ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા-નેતાઓ કમલમ ખાતે આવેદનપત્ર આપવા માટે ગયા હતાં, પરંતુ ત્યાં આપ દ્વારા ગેટ તોડવા સહીત ઉગ્ર દેખાવ (AAP protest at Kamalam) કરતાં હોબાળો થયો હતો. પરિણામે બીજેપી મહિલા કાર્યકર્તાઓએ છેડતી સહિતના આરોપ લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર 18 જેટલી કલમો લાગી હતી. ત્યારે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ શરતી જામીન (AAP leaders conditional bail ) હશે.

AAP protest at Kamalam: વાઇબ્રન્ટ સમિટમાં આંદોલનની બીકે આપ પાર્ટીના 55 નેતા-કાર્યકર્તાઓના શરતી જામીન

નેતાઓ અત્યારે સાબરમતી જેલમાં

આપ પાર્ટીના વકીલ પુનિત જુનેજાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના સ્ટુડન્ટ લીડર અને નેતાઓ અત્યારે સાબરમતી જેલ (AAP leader in Sabarmati jail)માં બંધ છે. જેમની જામીન અરજીની સુનાવણી ગઈકાલે પૂરી થઈ હતી. જે બાદ કોર્ટે ઓર્ડર રિઝર્વ રાખ્યો હતો અને અત્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જો કે, ગઈ કાલે સરકારી વકીલે તેમના તરફથી થયેલી દલીલ રજૂ કરી હતી કે, ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ (vibrant summit 2022) યોજાવા જઇ રહી છે, ત્યારે આંદોલન ના થાય તે હેતુથી તેમને ગાંધીનગર કોર્પોરેશન હદથી બહાર રાખવામાં આવે.

ઈશુદાન ગઢવી વિરુદ્ધ પણ ખોટા આરોપ

જુનેજાએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક થયું ત્યારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કમલમ ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. રજૂઆત કરવા ગયેલા કાર્યકર્તાઓ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી હતી, ઈશુદાન ગઢવી વિરુદ્ધ પણ ખોટા આરોપો કરાવ્યા હતા. કારણ કે આઇ.ઓ.ના પુરાવાઓ પણ એવા કોઈ આવ્યા નહોતા.

આ પણ વાંચો: Bjp Vs Aap on Paper Leak: ગાંધીનગર પોલીસે દાખલ કરી ફરિયાદ, 70 લોકોની ધરપકડ

ફરિયાદ પણ સો ટકા સાચી માની શકાય નહી

વકીલે વધુમાં કહ્યું કે, ફરિયાદ પણ સો ટકા સાચી માની શકાય નહી કેમ કે તેમાં પણ ખોટી રીતે એલિગેશન કરાયા છે. પોલિટિકલ પાર્ટી સાથે જોડાયા હોય તો અવાજ ઉઠાવવાની જરૂર પડતી હોય છે જેથી આપના કાર્યકર્તાઓને એ દિવસે કમલમનું પ્લેટફોર્મ દેખાયું હતું. જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવેદન આપવા માટે ગયા હતા ને ત્યાં આ પ્રકારની ઘટના બની હતી.

આ પણ વાંચો: FIR Against Isudan Gadhvi: આપના નેતાઓ માદક દ્રવ્યોનું સેવન કરી આવ્યા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપ

Last Updated : Dec 30, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.