ETV Bharat / city

સુરતની ઘટનાનું માણસામાં પુનરાવર્તન : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો યુવતી પર હુમલો - એક તરફી પ્રેમ અફેર

સુરતમાં ગ્રીષ્મા હત્યા કાંડને (Surat Grisma Murder Case) હજુ 15 દિવસ પણ પુરા નથી થયા, ત્યારે આવી બીજી જ ઘટના ગાંધીનગરના માણસા તાલુકામાં બની છે.

સુરતની ઘટનાનું માણસામાં પુનરાવર્તન : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો યુવતી પર હુમલો

author img

By

Published : Feb 19, 2022, 8:37 AM IST

ગાંધીનગર: એક તરફી યુવતીને પ્રેમમાં એક યુવકે સગીર વ્યની યુવતી (One Pro-Love Affair) પર ગામ પાસે આવેલ નદીની કોતરમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં પોલીસને માહિતી મળતા આરોપી સંજય ઠાકોરની અટકાયત કરીને સગીરાને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

કાકા બોલાવે તેવી કહી આરોપી લઈ ગયો

મળતી માહિતી પ્રમાણે સંજય ઠાકોર એક તરફી યુવતીને પ્રેમ કરતો હતો, ત્યારે સગીરાને કાકા બોલાવે છે તેમ કહીને ગામ પાસે આવેલ નદીની કોતરમાં લઈ ગયો હતો અને ત્યાં બળજબરી કરવાની પણ કોશિશ કરી હતી. અંતે આરોપી સંજય ઠાકોરે સગીરા પર 4 થી 5 ઘા માર્યા હોવાની વિગતો સામે આવી છે.

યુવતી અત્યારે હોસ્પિટલમાં

સમગ્ર ઘટનાની જાણ થતા સગીરાના પરિવાર પણ ત્યાં પહોંચી ગયો હતો અને તાત્કાલિક ધોરણે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી છે. હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે યુવતીને ગળાના ભાગે 30 જેટલા ટાંકા પણ આવ્યાં છે. જ્યારે હત્યાની કોશિશ કર્યા બાદ આરોપી સંજય ઠાકોર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જ્યારે યુવતીએ ઘવાયેલી પરિસ્થિતિમાં જ તેના કાકાને ફોન કરીને તમામ વિગતો પણ જણાવી હતી.

પોલીસે કરી અટકાયત

માણસા પોલીસ દ્વારા આરોપી સંજય ઠાકોરની અત્યારે અટકાયત કરીને ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગંભીર ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા અત્યારે આરોપી સંજય ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અવાવરૂ જગ્યા ઉપર આરોપીએ સગીરા સાથે બળજબરી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.