- જાણી વ્યક્તિ દ્વારા અપહરણ કર્યાની ફરિયાદ
- ધોળા દિવસે અપહરણની ઘટના
- પરિવાર કાગળ વીણવા જેવી છૂટક મજૂરીનું કામ કરે છે
ગાંધીનગર: અડાલજ ત્રિમંદિર સામે છાપરા વિસ્તારમાં રહેતા મીઠુંનાથ ભૂરાનાથ નાથ (જોગી) મૂળ કામલીઘાટ, દેવગઢ તાલુકા રાજસ્થાનના રહેવાસી છે. જેમને અડાલજ પોલીસ સ્ટેશનમાં દીકરા રાકેશના બે મહિનાના પુત્ર દિપકની આ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ એકતરફી પ્રેમીએ સુરત આવી યુવતીનું અપહરણ કર્યું
છૂટક કાગળ વીણવાની મજૂરી કરે છે
રાકેશ બે વર્ષથી છૂટક કાગળ વીણવાની મજૂરીનું કામ તેમના પરિવાર સાથે કરે છે. તેમના પૌત્ર દિપકની અપહરણ થયાની ફરિયાદ તેમને નોંધાવી હતી. જેની ઉંમર ફક્ત બે મહિના છે. તેમના સંતાનો પૈકી રાકેશના દિકરા દિપકનું બપોરના સમયે અપહરણ થયું હતું.
ખાડામાં કાગળ, પ્લાસ્ટિકની કોથળી વીણવા ગયો
પોલીસ ફરિયાદમાં તેમને કહ્યું હતું કે, હું પેન્ડલ સાયકલ લઇ અડાલજથી ઝુંડાલ તરફ જતા રોડ પર આવેલા શાંતિવન બંગ્લોઝ જવાના ટી રોડ પર કાગળ વીણવા ગયો હતો. રસ્તા પર પેન્ડલ સાયકલ મૂકી તે સાયકલની પાછળના ભાગે ઝુલો બનાવી દીપકને સુવડાવી તેની પાસે મારી દીકરી તારાને રાખી હું બાજુમાં આવેલા ખાડામાં કાગળ, પ્લાસ્ટિકની કોથળી વીણવા ગયો હતો.
બાળકને પેડલ રિક્ષામાં બાંધેલા ઘોડિયામાંથી કોઈક ઉઠાવી ગયું
આશરે ત્રણેક વાગે તારા મારી પાસે આવી અને કહ્યું હું પાણી પીવા બાજુમાં આવેલા સોફા બનાવવાની દુકાને ગઈ અને પછી સાયકલ પાસે આવી તો દીપક ઝૂલામાં નહોતો અને તેને કોઈ લઈ ગયું હતું.
અજાણી વ્યક્તિ શાંતિવન બંગ્લોઝ પાસેના ટી રોડ પરથી ઉઠાઇ જવાની ફરિયાદ નોંધાઈ
આ વાત સાંભળી દાદા મીઠુંનાથે શોધખોળ ચાલુ કરી બન્ને આજુબાજુમાં બાળક દીપકની શોધખોળ કરી હતી. પરંતુ તે મળ્યો નહીં તેઓ તેમની પત્નિ જશોદા અને ભાભીને સાથે જે જગ્યાએ અપહરણ થયું હતું, તે જગ્યાએ તપાસ કરી પૂછપરછ કરી પરંતુ બાળક બાબતે કોઈ માહિતી મળી નહીં. દીપકને કોઈ અપહરણ કરી લઇ ગયું હોય તેમ લાગ્યું.
આ પણ વાંચોઃ વ્યાજખોરીના મામલે પેટ્રોલ પમ્પ કર્મચારીનું થયું અપહરણ
દીપક રંગે ઘઉંવર્ણ અને શરીરે પાતળા બાંધાનો છે
દીપકની તેમને પોલિસે આપેલી ઓળખ મુજબ તે રંગે ઘઉંવર્ણ અને શરીરે પાતળા બાંધાનો છે. જેથી કોઈ અજાણી વ્યક્તિ અડાલજથી ઝુંડાલ તરફ જતા રોડ પર આવેલા જમણી બાજુ શાંતિવન બંગ્લોઝ પાસેના ટી રોડ પર એને ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. જેની ફરિયાદ મીઠુંનાથ ભૂરાનાથ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.