ગાંધીનગર : વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક પર પણ નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે આ તમામ બેઠકો ઉપર કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં અલગ-અલગ બેઠક પર કુલ 12 ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 3 બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે ઉમેદવારોએ પણ વિધાનસભાના પેટા ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી છે.
આમ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોની યાદી પ્રમાણે કુલ 8 વિધાનસભા પેકી ફક્ત ત્રણ જ બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જ્યારે બે બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અન્ય 12 ઉમેદવારોએ અલગ-અલગ 8 વિધાનસભા બેઠક પર અપક્ષ તરીકેના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે.