- પ્રદિપસિંહના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
- જરૂર તો 1,350થી વધુ મેટ્રિક ટનની છે
- ગૃહપ્રધાને પોલીસ કર્મીઓની કામગીરીના વખાણ કર્યા
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્યના 36 નગરોમાં ગૃહ વિભાગ દ્વારા રાત્રિ કરફ્યૂ સહીતના વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિયંત્રણોના અસરકારક અમલ માટે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કોરોના વોરિયર તરીકે યોગ્ય કામગીરી કરનારાનું ગૃહપ્રધાને સન્માન પણ કર્યું હતું.
આ પણ વાંચો : રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા50 લાખ રૂપિયા ફરજિયાત ફાળવવાના રહેશે
કોરોનાના કેસ વધતા ગ્રામ્ય કક્ષાએ રાજ્યના જુદા જુદા વિભાગોને કામે લગાડવામાં આવ્યા
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે 'મારું ગામ કોરોના મુકત ગામ' મુહીમના ભાગરૂપે રાજ્યના જુદા જુદા વિભાગોને કામે લગાડવામાં આવ્યા છે. તેવું પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પોલીસ કર્મીઓ શ્રેષ્ઠ કામગિરી કરી રહ્યા છે. રાજ્યના 3,100 કરતા વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત થયા છે. તો કેટલાકના મૃત્યુ પણ થયા છે. જે મૃત્યુ પામ્યા તેમને શોકાંજલી આપવામાં આવી હતી. માસ્ક પહેર્યા વિના ન ફરે તે માટે હાઈકોર્ટે સૂચન કર્યું એ મુજબ દંડ લેવામાં આવે છે. કરફ્યૂનો અમલ કરવામાં આવે છે, નકલી ઇન્જેક્શન વેચતા મોતના સોદાગરોને પણ જેલના હવાલે કર્યા છે. આ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મહાત્મા મંદિરમાં 1200 બેડની હોસ્પિટલ માટેની કામગીરી શરૂ કરાઈ
ભરૂચની આગની ઘટનાની તપાસની જવાબદારી હાઇકોર્ટના નિવૃત્ત જજ વી. એ. મહેતાને સોંપાઈ
ભરૂચની હોસ્પિટલમાં કમનસીબ ઘટના બની તેના કારણે કેટલાક લોકોના દુઃખદ અવસાન થયા છે. કમિશનર ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ, ઘટના કેવી રીતે બની, શું કારણો હતા, ભવિષ્યમાં કેવી રીતે અટકાવી શકાય. એના સંદર્ભમાં મુખ્ય કમિશનર ઓફ ઈન્કવાયરી એક્ટ હેઠળ હાઇકોર્ટના નિવૃત્ત જજ વી. એ. મહેતાને આ જવાબદારી સોંપી છે. જેઓ આગળની કાર્યવાહી કરશે
પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ અને ફાયરના જવાનોને બિરદાવ્યા
મારું ગુજરાત કોરોના મુક્ત બને તેના માટે ગુજરાતના લોકોને ગૌરવ થાય તે માટે પોલીસે કાર્ય કર્યું છે. ખાખીની ખુમારી તરીકે ઓળખ હતી તેમની સંવેદના તરીકે ઓળખ થઈ રહી છે. ડિપ્રેશનમાંથી લોકોને ભાર લાવવાનું, પ્લાઝમા ડોનેટ કરવાનું, ભૂખ્યાને ભોજન આપવાનું કામ કર્યું છે. તેવા પોલીસ કર્મીઓનું સન્માન કરાયું છે. તેવું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને પોલીસ અને ફાયરના જવાનોને બિરદાવતા જણાવ્યું કે, આ આગની ઘટનામાં કાચ તોડી તેમને 32 લોકોને બચાવ્યા હતા. જેમનું સન્માન પણ કરવામાં આવશે.