- સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ બાદ લેવાયા કડક પગલા
- પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા હતા આદેશ
- પીઆઇ, કોન્સ્ટેબલ અને બીટ જમાદારને કરાયા સસ્પેન્ડ
- ઘટના સમયે એસ.પી હતા રજા પર
ગાંધીનગર: તાપી જિલ્લાના એક ગામમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા હજારો લોકોને ભેગા કરવામાં આવ્યા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ધારાસભ્ય કાંતિ ગામીતના સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે પણ ધ્યાને લીધો હતો અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, તાપીના સોનગઢમાં ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ પ્રધાન કાંતિ ગામીતના પૌત્રીની સગાઇમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી કરવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને પણ ઝાટકણી કાઢી હતી, સાથે જ રાજ્ય સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો હતો.
જીતુ ગામીત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ
તાપી જિલ્લાના ડોસવાડા ગામે વાડી જાતિ પ્રધાન કાંતિ ગામેથી પૌત્રીની સગાઈ યોજાઇ હતી, જેમાં હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે જ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર જીતુ ગામીતની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સગાઈના પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર પણ રમ્યા હતા.
કાંતિ ગામીતની કરાઈ રહી છે પૂછપરછ
સોશિયલ ડિસ્ટન્સના લીરે-લીરા ઉડાવતા સગાઈના વીડિયોને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં પોલીસની અને રાજ્ય સરકારની ટીકા થઈ રહી છે, ત્યારે પોલીસ પણ હવે રાજ્ય સરકારના આદેશ બાદ એક્શનનો આવી છે. જેમાં કાંતિ ગામીતના પુત્ર જીતુ ગામીત વિરુદ્ધ પોલીસ કેસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે કાંતિ ગામીતની પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામીતે પણ પોતાની ભૂલ કબૂલી હતી.