- આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે લેશે શપથ
- ઘણા રાજ્યોના મુખ્યપ્રધાન રહેશે શપથ સમારોહમાં હાજર
- શપથવિધી પહેલા ભૂપેન્દ્ર પટેલ મળ્યા નીતિન પટેલને
અમદાવાદ: અચાનક વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દેતા શનિવારે અચાનક ગુજરાતના રાજકારણમાં ભૂંકપ આવ્યો હતો. હવે ગુજરાતની કમાન ફરી એકવાર આંનદિબેન પટેલ પછી પાટીદારાના હાથમાં ગઈ છે. રૂપાણીના રાજીનામા બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યપ્રાન બનાવવામાં આવ્યા છે જેમની આજે શપથવિધી છે.
આ પણ વાંચો : સપ્તાહના પ્રથમ દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 142 પોઈન્ટ તૂટ્યો
-
Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV
— ANI (@ANI) September 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV
— ANI (@ANI) September 13, 2021Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV
— ANI (@ANI) September 13, 2021
આ શપથવિધીમાં અમિત શાહ પણ હાજાર રહેવાના છે અને હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ આવવાના છે. MPના CM શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શપથ સમારોહમાં હાજરી આપશે. ગોવાના CM પ્રમોદ સાવંત અને આસામના CM હિમતા બિશવા શરમા પણ શપથ સમારોહમાં હાજરી આપશે. શપથવિધી આજે (સોમવાર) રાજભવનમાં 2:30 કલાકે યોજાવવાની છે. સવારે ભૂપેન્દ્ર પટેલ પોતાના ઘરેથી નિકળીને સીધા નીતિન પટેલના ઘરે પહોંચ્યા હતા. બંન્ને નેતાઓ ઉષ્માભેર મળ્યા હતા.