ETV Bharat / city

વડોદરા દુષ્કર્મ કેસ: રાજ્ય ગૃહપ્રધાન સાથે બેઠક યોજાઇ, મહિલાની ઓફિસના કર્મચારીઓની થશે તપાસ - ગાંધીનગર સમાચાર

વડોદરા દુષ્કર્મ કેસને (Vadodara rape case) લઈને શનિવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું (Harsh Sanghvi's meeting on Vadodara rape case) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓ તાત્કાલિક ધોરણે પકડાઈ જાય તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

Vadodara rape case
Vadodara rape case
author img

By

Published : Nov 28, 2021, 7:18 AM IST

  • વડોદરા દુષ્કર્મ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ યોજી બેઠક
  • તાત્કાલિક ધોરણે આરોપીઓ ઝડપાય તે બાબતે યોજાઈ ચર્ચા
  • મહિલાની ઓફિસના કર્મચારીઓની થશે તપાસ

ગાંધીનગર: વડોદરાથી નવસારી જતી ટ્રેનમાં એક મહિલાએ આત્મહત્યા (woman suicide) કરી હતી, જ્યારે વડોદરા ખાતે મહિલા સાથે દુષ્કર્મ (Vadodara rape case) થયું હોવાની વાત સામે આવી છે. જેના અનેક પુરાવાઓ રેલવે પોલીસને પ્રાપ્ત થયા છે પરંતુ હજી સુધી એક પણ આરોપીઓની ધરપકડ નથી થઈ. શનિવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું (Harsh Sanghvi's meeting on Vadodara rape case) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓ તાત્કાલિક ધોરણે પકડાઈ જાય તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વડોદરા દુષ્કર્મ કેસ: નવસારીની પીડિતાના મેસેજથી આત્મહત્યાને બદલે હત્યાની શક્યતા વધી

સરકારે રચી છે સીટ કમિટી

વડોદરા દુષ્કર્મ મામલે રાજ્ય સરકાર દ્વારા આરોપીઓ તાત્કાલિક ધોરણે ઝડપાય જાય અને તેઓને ઓછા સમયમાં વધુમાં વધુ સજા થાય તે માટે અને આ કેસને વહેલી તકે પૂર્ણ કરવા માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેને સીટ કમિટીનું નામ આપવામાં આવ્યું છે. આ કમિટીમાં રેલ્વે CIDના ADIG સુભાષ ત્રિવેદી સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શનિવારે આ સીટની બેઠક રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં (Harsh Sanghvi's meeting on Vadodara rape case) મળી હતી. જેમાં આ કેસમાં કયા પ્રકારનું કામ થયું છે અને હવે આગળ કયા પ્રકારનું કામ કરવામાં આવશે તે બાબતની પણ માહિતી આપી હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો: વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

હવે કેવી રીતે થશે તપાસ?

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બેઠકમાં (Harsh Sanghvi's meeting on Vadodara rape case) વડોદરા યુવતી દુષ્કર્મ કેસ (Vadodara rape case) મામલે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સીટના સભ્યો તેમજ DGP આશિષ ભાટિયા સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં આગામી સમયમાં જે સંસ્થામાં યુવતી કામ કરતી હતી તે સંસ્થાના શકમંદ સભ્યોના વોઇસ મેપીંગ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરવામાં આવશે જ્યારે હજુ પણ વધૂમાં વધુ CCTV ફૂટેજની ડીટેઇલ તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.