- જાતિગત દાખલાના કાયદામાં ફેરફાર કરવા બાબતે સર્કિટ હાઉસમાં બેઠક
- આદિજાતિ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક
- બેઠકમાં ભાજપ-કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય હાજર
ગાંધીનગર : આદિવાસીઓના જાતિ(Tribal race) દાખલા બાબતેની મિટિંગમાં આદિજાતિ પ્રધાન નરેશ પટેલની(Tribal Minister Naresh Patel) ઉપરાંત આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય(BJP-Congress tribal MLA) હાજર રહ્યા હતા. ખાસ કરીને આદી જાતિના તમામ ધારાસભ્યો, આગેવાનોને આ મિટિંગમાં હાજર રહ્યા હતા. જેથી આદિવાસીઓને જે દાખલા બાબતે વિસંગતતા છે તેને લઈને આદિવાસીઓના તમામ જૂથના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી.
દાખલામાં એફિડેવિટ અને પેઢીનામુ કરવામાં વધુ ખર્ચ પડે છે
આદિવાસી ભાઈઓ બહેનોને જે આદિવાસી તરીકેના દાખલા આપવા પડે છે તે દાખલામાં એફિડેવિટ અને પેઢીનામુ(Affidavit and genealogy) કરવામાં વધુ ખર્ચ પડે છે. તેમાં પણ જાતિગત દાખલ માટે 7/12ના જમીનના ઉતારા રજૂ કરવા ફરજીયાત છે. ત્યારે જમીન વિહોણા આદિવાસીઓને દાખલો મળવો જોઈએ. તે તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેથી આ મુશ્કેલીઓ સામે કાયદામાં ફેરફાર કરવા બાબતે બેઠકમાં રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત ખેત મજૂરી સાથે જોડાયેલ અને જમીન ના હોય તેવા આદિવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ રેલવેમાં રેગ્યુલર સેવા શરૂ, અમદાવાદથી ચાલે છે 85 ટ્રેન
આ પણ વાંચોઃ અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી