- અમદાવાદ અને ગાંધીનગરમાં બાળકો સરકારી શાળા તરફ વળ્યાં
- વિધાનસભા ગૃહમાં સરકારે આપી માહિતી
- કોરોનામાં ઉદ્યોગ- ધંધા પર અસર થતા સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓ વળ્યા
ગાંધીનગર: અમદાવાદ, ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેવો પ્રશ્ન વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગને કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખાનગી શાળા છોડી સરકારીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાનો આંકડો સામે આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ 2 થી 8ની સંખ્યા 7 હજારથી પણ વધુ છે કે જેમણે સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.
આ પણ વાંચો: હાઇકોર્ટે સરકારને પૂછ્યુ કે, બાળકોને કેમ બગાડી રહ્યા છો?
ધોરણ 2 થી ધોરણ 8 સુધી 7,660 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર અને ગાંધીનગર ગ્રામ્યમાં સરકારી શાળામાં બાળકોએ આ સમય ગાળામાં ધોરણ 2 થી ધોરણ 8 સુધી 7,660 વિદ્યાર્થીઓએ સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં પ્રવેશ મેળવ્યો છે. છેલ્લા 2 સત્રમાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવ્યા છે. ખાસ કરીને કોરોના જેવી મહામારીમાં ઉદ્યોગ, ધંધા અને રોજગારી પર અસર પડી છે, ત્યારે ફી ન ભરી શકતા માતા-પિતાએ તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.
આ પણ વાંચો: કોરોના કાળ પછી ઘણુ બદલાયું, ભાવનગરમાં ધનિક વર્ગના બાળકોએ મેળવ્યો સરકારી શાળામાં પ્રવેશ
- 1 જૂન 2020 થી 31 માર્ચ 2021 દરમિયાનના અમદાવાદ, ગાંધીનગરના સરકારી શાળામાં આવનારા વિદ્યાર્થીઓ:
ધોરણ | નવા આવેલા વિદ્યાર્થીઓ |
ધોરણ 2 | 1263 |
ધોરણ 3 | 1316 |
ધોરણ 4 | 1268 |
ધોરણ 5 | 1162 |
ધોરણ 6 | 1047 |
ધોરણ 7 | 914 |
ધોરણ 8 | 690 |
- આ ઉપરાંત 20 જૂને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલા સર્વે પ્રમાણે પણ આર્થિક તંગીને કારણે વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે સરકારી શાળા તરફ વળ્યા હતા. સોરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ અંગે સર્વે કર્યો હતો.
- ભાવનગરની શાળા નંબર 25 નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની એવી શાળા છે કે જ્યાં આર્થિક સધ્ધર લોકોના બાળકોને પ્રવેશ મેળવવામાં શિક્ષકોને સફળતા મળી હતી. શિક્ષણની પદ્ધતિ અને વાલીઓનું આકર્ષણ કાર્ય કરનારા શિક્ષકોએ હાલમાં 25 જેટલા ધનિક વાલીના બાળકોને પ્રવેશ અપાવવામાં સફળતા મેળવી હતી.