ETV Bharat / city

વૈષ્ણોદેવી સર્કલ પાસે કાર અકસ્માતમાં યુવતીનું મોત - gandhinagar news

ગાંધીનગરઃ રાજ્યના મખમલી રોડના કારણે વાહનચાલકો પુરપાટ ઝડપે વાહન હંકારી રહ્યા છે. પરિણામે રાજ્યમાં અકસ્માતથી મૃત્યુના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર-સરખેજ હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ કાર ઘૂસી હતી. જેમાં વેજલપુરની એક યુવતીનું મોત થયું છે. જ્યારે ગંભીર હાલતમાં ઘાયલ કાર ચાલકને સારવાર માટે પાસેની હોસ્પિટલમાં ખસેડાયો છે.

કાર અકસ્માત
author img

By

Published : Aug 28, 2019, 6:32 AM IST

ઘટનાની સમગ્ર વિગતો અનુસાર મંગળવારે સાંજના સુમારે ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ આવતા વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર વૈભવી મૃદુલકુમાર શાહ (33 વર્ષ, વેજલપુર) નામની યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કાર ચાલક હાર્દિકસિંહ અંબુજી વાઘેલા (34 વર્ષ, આઈઓસી રોડ ચાંદખેડા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સારવાર માટે વૈષ્ણોદેવી સર્કલ આવેલી હોસ્પિટલમાં જ ખસેડાયો હતો. અકસ્માતને પગલે મૃતક વૈભવીને પિતરાઈ પરાગ જનકભાઈ બ્રહ્મભટ્ટની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ઈટોઓસ કાર નંબર GJ-01-HV-5700ના ચાલક સામે ગુનો નોંધાયો છે.

ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને પીક અવર્સમાં અહીંથી નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. એવા સમયે અકસ્માત બનવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કલાકો સુધી ટ્રાફિકમાં ઉભા રહેવું પડે છે. ત્યારે અહીંયા કાયમી ટ્રાફિક પોલીસનો પોઈન્ટ મુકવામાં આવે તો અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા બંને નિવારી શકાય છે.

Intro:હેડલાઈન) વેજલપુરની યુવતીનું વૈષ્ણવદેવી સર્કલ પાસે અકસ્માતમાં મોત

ગાંધીનગર,

રાજ્યના મખમલી રોડના કારણે વાહનચાલકો પુરપાટ ઝડપે વાહન હંકારી રહ્યા છે. પરિણામે રાજ્યમાં અકસ્માતથી મૃત્યુના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર-સરખેજ હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ કાર ઘૂસી હતી. જેમાં વેજલપુરની એક યુવતીનું મોત થયું છે. જ્યારે ગંભીર હાલતમાં ઘાયલ કાર ચાલકને સારવાર માટે પાસેની હોસ્પિટલમાં ખસેડાયો છે.Body:ઘટનાની વિગતો પ્રમાણે મંગળવારે સાંજના સુમારે ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ આવતા વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રકની પાછલ કાર ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર વૈભવી મૃદુલકુમાર શાહ (33 વર્ષ, વેજલપુર) નામની યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે કાર ચાલક હાર્દિકસિંહ અંબુજી વાઘેલા (34 વર્ષ, આઈઓસી રોડ ચાંદખેડા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે વૈષ્ણોદેવી સર્કલ આવેલી હોસ્પિટલમાં જ ખસેડાયો હતો. અકસ્માતને પગલે મૃતક વૈભવીને પિતરાઈ પરાગ જનકભાઈ બ્રહ્મભટ્ટની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ઈટોઓસ કાર નંબર GJ-01-HV-5700ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.Conclusion:ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને પીક અવર્સમાં અહીંયથી નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે. એવા સમયે અકસ્માત બનવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કલાકો સુધી ટ્રાફિકમાં ઉભા રહેવું પડે છે. ત્યારે અહીંયા કાયમી ટ્રાફિક પોલીસનો પોઈન્ટ મુકવામાં આવે તો અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા બંને નિવારી શકાય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.