ETV Bharat / city

દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં રેલવે સ્ટેશન પર બની ફાઈવ સ્ટાર હોટલ, જાણો તેની વિશેષતાઓ - Five star hotel at raileay station

આગામી 16 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે કેપિટલ રેલવે સ્ટેશન તેમજ તેના પર નિર્માણ પામેલ ફાઈવ સ્ટાર હોટલનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરશે. ત્યારે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર નિર્માણ પામેલી આ હોટલની વિશેષતાઓ જાણવા, જૂઓ આ અહેવાલ...

દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં રેલવે સ્ટેશન પર બની ફાઈવ સ્ટાર હોટલ

author img

By

Published : Jul 14, 2021, 9:27 PM IST

  • 318 સ્પેશિયલ રૂમની બનાવાઈ 5 સ્ટાર હોટલ
  • રેલવે સ્ટેશન પર હોટેલનો વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ
  • વડાપ્રધાન મોદી 16 જુલાઈના રોજ કરશે ઉદ્ઘાટન
  • 790 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે હોટેલ

ગાંધીનગર : સમગ્ર દેશમાં પ્રથમ વખત રેલવે સ્ટેશન પર હોટલનું બાંધકામ કરવામાં આવ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 16 જુલાઇના રોજ સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. 790 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ હોટલમાં 318 જેટલા રૂમની વ્યવસ્થા છે. જાણો આ હોટેલની અન્ચ વિશેષતાઓ..

દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં રેલવે સ્ટેશન પર બની ફાઈવ સ્ટાર હોટલ
દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં રેલવે સ્ટેશન પર બની ફાઈવ સ્ટાર હોટલ

એરપોર્ટથી માત્ર 20 મિનિટના જ અંતરે, ભાવ પણ અન્ય ફાઈવ સ્ટાર હોટલ જેટલા જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ફાઇવસ્ટાર હોટલનું એક જ સ્વપ્ન જોયું હતું. જે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 16 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ હોટલ લીલાનું ઉદ્ઘાટન કરશે. આ હોટલની ઘણીબધી ખાસિયતોમાં એક ખાસિયત એ પણ છે કે, તે એરપોર્ટથી માત્ર 20 મિનીટના અંતરે જ આવેલું છે. હોટલ લીલાના પ્રાઈસ લિસ્ટની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ફાઈવ સ્ટાર હોટલમાં જે ચાર્જ રાખવામાં આવે છે, તેવો જ ચાર્જ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર તૈયાર કરાયેલી હોટલમાં પણ રાખવામાં આવ્યો છે. આ હોટલનું સંચાલન લીલા ગ્રુપને સોંપવામાં આવ્યું છે.

વાઇબ્રન્ટ મહોત્સવમાં હોટલ મહત્વનો પોઇન્ટ સાબિત થશે

ગુજરાત સરકાર દ્વારા દર 2 વર્ષે ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ યોજવામાં આવે છે. જેની શરૂઆત તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. જે હજુ સુધી પણ સદંતર અવિરત છે. હવે રાજ્ય સરકાર દ્વારા જે વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવશે. તેમાં હોટલ મહત્વનો પોઇન્ટ સાબિત કરશે. મહત્વની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અનેક દેશોના ડેલિગેટ્સ અને બિઝનેસમેન ગુજરાતને ગાંધીનગર આવતા હોય છે. ત્યારે હોટલમાં રૂમ પર ઓછા પડે છે. આ સમયે વિદેશથી આવતા ડેલીગેટ્સ અને બિઝનેસમેન્સને હોટલ લીલામાં સ્ટે આપવામાં આવશે.

7400 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવી છે હોટેલ

હોટલના વિસ્તારની જો વાત કરવામાં આવે તો 7400 ચોરસ મીટરમાં અંદાજિત ૭૦૦.૯૦ કરોડના ખર્ચે હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોટલમાં રહેવાની અનેક સુવિધાઓ પણ રાખવામાં આવી છે. જ્યારે આ હોટલ મહાત્મા મંદિર ખાતે આવનારા વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.