ETV Bharat / city

સામાન્ય જનતા માસ્ક ન પહેરે તો 1000નો દંડ અને નેતાઓ ન પહેરે તો 500 ! - fine at assembly

વિધાનસભા સંકૂલમાં માસ્ક વગર કોઈપણ વ્યક્તિ પકડાશે તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. આમ જે રીતે રાજ્યમાં કોરોના સંક્રમણની સંખ્યા પણ વધી રહી છે, તેને જોતા આજે વિધાનસભા સંકૂલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા હતા.

વિધાનસભા
વિધાનસભા
author img

By

Published : Mar 18, 2021, 6:03 PM IST

Updated : Mar 19, 2021, 10:22 AM IST

  • કોરોનાનો હાહાકાર વિધાનસભા સંકૂલમાં સંભળાયો
  • વિધાનસભા અધ્યક્ષે જાહેર કર્યો નિર્ણય
  • વિધાનસભાના સંકૂલમાં માસ્ક વગરનાને 500 રૂપિયાનો દંડ

ગાંધીનગર : રાજ્યની ચાર મહાનગરપાલિકા સુરત, રાજકોટ, અમદાવાદ અને બરોડામાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે આજે ગુરુવારે વિધાનસભા સંકૂલમાં પણ માસ્ક વગર જે પણ વ્યક્તિ પકડાય તેને 500 રૂપિયાના દંડની જોગવાઈ વિધાનસભામાં કરવામાં આવી છે.

114 કરોડ દંડ વસૂલી ચુકેલી સરકાર હવે ધારાભ્યો પાસેથી લેશે દંડ

સમગ્ર ગુજરાતમાંથી ગત્ ડિસેમ્બર સુધી 114 કરોડ રૂપિયાનો દંડ લેવાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ 30 કરોડ જેટલો રૂપિયા જેટલો દંડ અમદાવાદમાંથી એકઠો થયો છે. સુરતમાંથી 11 કરોડ, ખેડામાં 8 કરોડ અને ડાંગ જિલ્લામાંથી આછામાં આછો 23 લાખ જેટલો દંડ વસૂલાયો છે. ત્યારે વિધાનસભામાં પણ હવે માસ્ક વિના ઝડપાયેલા ધારાસભ્યો પાસેથી પણ દંડ વસુલવામાં આવશે.

આ પણ વાંચો: માસ્કનો દંડ વસૂલ્યાની 2 રસીદમાં એક જ સરખા નંબર, પોલીસનું રસીદ કૌભાંડ?

રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ વિધાસભામાં પગલાં લેવાયા

વિધાનસભામાં માસ્ક વિના ઝડપાયા તો 500 રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વિધાનસભામાં આવેલી તમામ કચેરીના અધિકારીનેને સૂચિત કરાયા છે. આમ, ધારાસભ્ય, પ્રધાન, અધિકારી ઝડપાયા તો 500 રૂપિયા દંડ ભરવો પડશે. આમ, વિધાનસભામાં પ્રવેશ બાદ માસ્ક વિના ઝડપાયા તો દંડ થશે, વિધાનસભા સંકૂલમાં પર માસ્કને લઈને થશે ચેકિંગ હાથ ધરવામાં આવશે.

વિધાનસભા સંકૂલ અધ્યક્ષની જવાબદારી

રાજ્યમાં જો માસ્ક વગર કોઈપણ વ્યક્તિ પકડાય તો એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, ત્યારે વિધાનસભા સંકૂલમાં પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા સંકૂલમાં ફક્ત અધ્યક્ષની જવાબદારી બંધારણમાં ઉલ્લેખ હોવાના કારણે અધ્યક્ષ નક્કી કરે તે જ રકમ દંડ તરીકે વસૂલી શકાય છે.

આ પણ વાંચો: લોકો માસ્ક ન પહેરે તો 1 હજાર રૂપિયા દંડ વસૂલવાનો સરકાર પરિપત્ર બહાર પાડેઃ હાઈકોર્ટ

Last Updated : Mar 19, 2021, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.