- સિવિલ તંત્ર દ્વારા તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે
- સિવિલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટરનું અમાનવીય વર્તન
- પોલીસને અરજી કરાતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી
ગાંધીનગર: મહિલાઓની સુરક્ષાની વાતો અને તેમની સુરક્ષા માટે અલગથી કાયદાઓ ઘડાતા હોય છે, પરંતુ પાટનગરમાં જ મહિલા પર અમાનવીય વર્તન સિવિલના તબીબ વિકાસ પરીખ દ્વારા કરાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ગેટની બહાર ઝરિનાબેન નામની મહિલા બાળકોના કપડાનો વેપારી કરી ગુજરાત ચલાવે છે. તો આ સિવિલ હોસ્પિટલના ડોક્ટર વિકી પારેખે આ મહિલા સાથે અમાનવીય વર્તન કરી મહિલાને દૂર સુધી ઢસેડી હતી. આ ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય થયો છે. તેમ છતાં પણ પોલીસ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો- ઘર કંકાસે પરિણીતાનો લીધો જીવ, સાસુ સસરા અને પતિએ પાવડાના ઘા મારી કરી પત્નીની હત્યા
ડોક્ટરે મહિલાના ભાણાને લાત મારી, ગેટથી પાર્કિંગ સુધી મહિલાને ઢસેડતો લઈ ગયો
તો આ ઘટના અંગે પીડિતા ઝરિના સુભાન કટિયાએ જણાવ્યું હતું કે, વરસાદ પડતો હોવાથી તેઓ જમવા બેઠા હતા. તે દરમિયાન ડોક્ટર વિકી પરીખ આવ્યો અને તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. આ સાથે જ તેના ટિફિન અને ભાણાને લાત મારી તેનો સામાન ફેંકી દીધો હતો. મારે કોઈ બાળક નથી અને હું એકલી જ છું. આવી રીતે નાનો વેપાર કરીને ગુજરાન ચલાવું છું. આ અંગે અમે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
આ પણ વાંચો- #JeeneDo: ગુજરાતમાં 3 વર્ષમાં મહિલા અત્યાચારના 25,261 ગુનાઓ નોંધાયા, 4454 ગુનાઓ સાથે અમદાવાદ મોખરે
સિવિલ દ્વારા વડી કચેરીને રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવશે
આ અંગે સિવિલ સુપરિન્ટન્ડન્ટ નિયતિ લાખાણીએ કહ્યું હતું કે, આ ઘટનાને કારણે જી.એમ.ઇ.આર.એસ (GMERS)ના તમામ લોકો ક્ષોભમાં મુકાયા છે. આ બદલ અમે દિલગીર છીએ. જોકે, આ સમગ્ર ઘટના મામલે તેમણે વધુમાં કહ્યું કે, આગળના પગલા લેવા માટે અમે ડોક્ટરનું નિવેદન લઈશું, તેમની જનરલ વર્તણૂક કેવા પ્રકારની હતી, તેઓની કામગીરી કયા પ્રકારની હતી, તેઓની અન્ય પ્રવૃત્તિ શુ હતી. આ તમામ રિપોર્ટ વડી કચેરીને મોકલીશુ. પછી અંતિમ નિર્ણય જે વળી કચેરી લેશે તેને માન્ય રાખવામાં આવશે.