ETV Bharat / city

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાં મરેલી ગરોળી મળી આવી - gandhinagar news

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીને પીરસવામાં આવતા ભોજનમાંથી મરેલી, બફાયેલી ગરોળી મળી આવી હતી. જેથી જેને ભોજન લીધું હતું તેવા દર્દીઓમાં પોઈઝનિંગ (food poisoning) થવાનો ડર પેઠો હતો. દર્દીના સગાઓએ ગરોળી મરેલી નીકળતા સિવિલ તંત્રને ફરિયાદ કરી હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
author img

By

Published : Jul 30, 2021, 2:32 PM IST

  • ગરોળી હોવાથી ફૂડ પોઈઝનિંગ (food poisoning) થવાનો ડર
  • દર્દીઓને 36 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા
  • ભોજની તપાસ કરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરાઈ

ગાંધીનગર: ગાંધીનગર સિવિલમાં અક્ષય પાત્ર દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આ ભોજનમાં ગરોળી મળતા લોકોમાં ફફડાટ પેઠો હતો અને ભોજન લીધેલા દર્દીઓને 36 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે, હજુ સુધી ફૂડ પોઈઝનિંગ કે અન્ય પ્રકારની અસર થઈ નથી.

બફાયેલી ગયેલી ગરોળી મળી હતી જે દુઃખદ ઘટના

સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ નિયતી લાખાણી એ કહ્યું કે, બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દીને હોસ્પિટલમાં આપવામાં આવતું ભોજન સવારે આપ્યું તેમાંથી એક બફાયેલી ગયેલી ગરોળી મળી હતી. જેમાં સૌથી પહેલા દર્દીને જમવાનું વેચી રહ્યા હતા તે બંધ કર્યું. જોકે, આ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. ફરજ પર હાજર રહેલા સ્ટાફને સજા કરવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં કોઈ તકલીફ દર્દીને થઈ નથી.

આ પણ વાંચો: સીતાપુર ખાતે વિવાહ ભોજનના કાર્યક્રમમાં 50 લોકોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ

અક્ષય પાત્ર હેઠળના જ ટચ ફૂડ ફાઉન્ડેશનના માધ્યમથી ફૂડ આવે છે

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે વધુમાં કહ્યું કે, અક્ષય પાત્ર દ્વારા ભોજન આવે છે. જેમાં અક્ષય પાત્રનું ધ્યાન દોર્યું છે પરતું અક્ષય પાત્ર સ્કૂલમાં ભોજન આપે છે. જ્યારે હોસ્પિટલમાં અક્ષય પાત્ર હેઠળના જ ટચ ફૂડ ફાઉન્ડેશનના માધ્યમથી ફૂડ આવે છે. જેથી હવે દર્દીઓ માટે બહારથી આવતા ભોજની તપાસ કરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસથી એક અધિકારી અને નર્સિંગ વિભાગના જવાબ અધિકારીઓ હાજર રહેશે અને ભોજનની ચકાસણી કરશે. બે માસ પહેલા વોર્ડમાં લઈ જવાતા ફૂડ કન્ટેનર નવા લવાયા છે. આપણે ખોરાક ખુલ્લામાં લઇ જતા નથી પરંતુ આ ઘટનાથી દુઃખી છીએ.

આ પણ વાંચો: બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.