ETV Bharat / city

ગાંધીનગર જિલ્લામાં વર્ગ-3નો અધિકારી કરોડોનો આસામી, MLA કિરીટ પટેલે કરી કલેક્ટરને અરજી - ખોટા પ્રમાણપત્રને આધારે નોકરી

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગરના કલેક્ટરને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગાંધીનગરના વર્ગ-3ના કર્મચારી વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું કે, આ કર્મચારી IAP અને IPSની મદદથી કરોડોનો આસામી બન્યો છે.

ETV BHARAT
ગાંધીનગર જિલ્લામાં વર્ગ-3નો અધિકારી કરોડોનો આસમી, MLA કિરીટ પટેલે કરી કલેક્ટરને અરજી
author img

By

Published : Oct 19, 2020, 7:45 PM IST

Updated : Oct 19, 2020, 8:12 PM IST

  • ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ-3 કર્મચારી કરોડોનો આસામી
  • વર્ગ-3ના કર્મચારી છે 2000 કરોડનો આસામી
  • પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર કલેકટરને લખ્યો પત્ર
  • IPSની મદદથી વર્ગ-3 કર્મચારીએ 100 કરોડની જમીન પચાવી

ગાંધીનગર: અમૂક સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરીને પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની મિલકતો બનાવે છે, ત્યારે આવા જ વર્ગ-૩ના ગાંધીનગર જિલ્લામાં ફરજ નિભાવતા એક કર્મચારીએ કરોડો રૂપિયાની માલ મિલકત બનાવી હોવાના આક્ષેપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યા છે. જે બાબતે કિરીટ પટેલે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અરજી કરીને વર્ગ-૩ના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા તપાસની વધુ વિગતો પણ માગી છે.

IAS અને IPSની મદદથી કરોડોનો માલિક

કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આક્ષેપ કર્યો હતો કે, ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ-3નો કર્મચારી કરોડોનો આસામી છે. વર્ગ-3નો કર્મચારી જે ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યો છે, તે IAS અને IPS અધિકારીઓની મદદથી 2000 કરોડની માલ મિલકત સંપત્તિનો આસામી બન્યો છે.

100 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ

ધારાસભ્યએ વર્ગ-3ના કર્મચારી પર આક્ષેપ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, વર્ગ-3ના કર્મચારીએ ગત થોડા સમય અગાઉ એક IPSની મદદથી અમદાવાદના બોડકદેવ પાસે આવેલા એક ખાનગી ડૉક્ટરની 100 કરોડની જમીન પચાવી છે.

ગાંધીનગર જિલ્લામાં વર્ગ-3નો અધિકારી કરોડોનો આસમી, MLA કિરીટ પટેલે કરી કલેક્ટરને અરજી

ખોટા પ્રમાણપત્રને આધારે નોકરી

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ગાંધીનગર કલેક્ટરને લખેલા પત્રમાં એવો પણ આક્ષેપ કર્યા છે કે, વર્ગ-૩ના કર્મચારીએ ખોટા પ્રમાણપત્રને આધારે સરકારી નોકરી મેળવી છે અને તેમની પત્નીએ પણ ખોટી રીતે ખેડૂત ખાતેદાર તરીકે નામ નોંધાવ્યું છે.

ગુંડા અને લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદા હેઠળ અધિકારી વિરુદ્ધ તપાસની માગ

ધારાસભ્યએ લખેલા પત્રમાં આ મુદ્દે વધુ તપાસ કરીને રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં પસાર કરેલા ગુંડા અને લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદા હેઠળ અધિકારી વિરુદ્ધ તપાસ કરવાની માગ કરી છે.

IPS-IASના રહેણાક વિસ્તારમાં 330 વારનો પ્લોટ

ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે, વર્ગ-3ના કર્મચારીને મદદ કરનારા IAS અને IPS અધિકારીઓ જે વિસ્તારમાં રહે છે, તે0 વિસ્તારમાં 330 વારનો પ્લોટ પણ વર્ગ-3નો કર્મચારી ધરાવે છે.

Last Updated : Oct 19, 2020, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.