- પેસેન્જરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
- રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી ડ્રાઇવર કંડક્ટરની રહેશે
- ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા સોમવારથી લાગુ કરાશે આ નિયમ
ગાંધીનગર : ગાંધીનગર એસટી ડેપોની 80થી વધારે બસો છે, જુદા જુદા લોકલ રૂટો પર ચાલતી કેટલીક બસોમાં રૂટ બોર્ડ લગાવવામાં આવતા નહોતા. જેના કારણે પેસેન્જરોને મુશ્કેલીઓ પડતી હતી પરંતુ હવેથી આ મુશ્કેલી નહીં પડે કેમકે તમામ બસોમાં રૂટ બોર્ડ લગાવવા ડ્રાઇવર અને કંડકટરને ફરજીયાત રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરશે તેમને એસટી ડેપો દ્વારા રૂપિયા 1,000નો દંડ કરવામાં આવશે. ગાંધીનગર એસટી ડેપોના ડ્રાઇવર અને કંડક્ટરની જ આ જવાબદારી રહેશે. પેસેન્જરો વધુને વધુ બસ સેવાનો લાભ લે તે હેતુથી ડેપો મેનેજર દ્વારા આ સૂચના આપવામાં આવી છે.
એસટીની 80થી વધુ બસો 600 જેટલી ટ્રીપો રોજની
ગાંધીનગર એસટી ડેપો પાસે 80થી પણ વધુ બસો જે અત્યારે જુદા જુદા રૂટ પર દોડી રહી છે. રોજની 600થી વધુ ટ્રીપો થાય છે. ગાંધીનગર જિલ્લામાં દોડતી બસોમાં જુદા જુદા રૂટ પર બસો દોડતી હોવાથી ક્યારેક ડ્રાઇવર કંડક્ટર બોર્ડ લગાવતા નથી જે હેતુથી પેસેન્જરોને મુશ્કેલીઓ પડતી હોય છે. જોકે આ પહેલા કેટલાક પેસેન્જરો દ્વારા તેને લઈને ફરિયાદ પણ કરવામાં આવી હતી. પેસેન્જરોને હિતને ધ્યાનમાં રાખી માર્ગો પર દોડતી એસ.ટી.બસોમાં હવેથી જો રૂટ બોર્ડ લગાવેલા નહીં હોય તો એસ.ટી. બસોના ડ્રાઇવર અને કંડક્ટરને એક હજાર દંડ કરવામાં આવશે. જેથી તેમને પોતાના રૂટની બસનો રૂટ બોર્ડ તૈયાર કરાવી તેનો ઉપયોગ કરવાનો આદેશ કરાયો છે.
આ પણ વાંચો: આજે ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે
સોમવારથી આ નિયમો લાગુ કરવામાં આવશે
ગાંધીનગર એસટી ડેપોને કોરોનાની બીજી લહેર બાદ દિવસેને દિવસે પેસેન્જરો વધુ મળી રહ્યા છે ત્યારે પેસેન્જરોની સવલતોને ધ્યાનમાં રાખી લેવાયેલા આ નિર્ણયને સોમવારથી લાગુ થશે, એટલે કે સોમવારથી દરેક ડ્રાઈવરને રૂટ બોર્ડ લગાવવા ફરજીયાત રહેશે જે ડ્રાઇવર કંડક્ટર આ નિયમનું પાલન નહીં કરે તેમને દંડ ભરવો પડશે.
આ પણ વાંચો: ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પૂર્ણયતિથિ, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ