- અમદાવાદને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે મુખ્યપ્રધાને આપી મંજૂરી
- 18 કામોની મહાપાલિકાની દરખાસ્તને મુખ્યપ્રધાને સૈદ્ધાંતિક મંજૂરી આપી
- દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં 2 કામો માટે રૂપિયા 14 કરોડ મંજૂર
ગાંધીનગર: મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં(Mukhyamantri shaheri Sadak Yojana) 60 ફૂટથી મોટા રસ્તાઓના 18 કામોની મહાપાલિકાની દરખાસ્ત મુખ્યપ્રધાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જે 18 કામો માટેની મંજુરી આપી છે તેમાં અમદાવાદ શહેરી વિસ્તારના વિવિધ ઝોનમાંથી 110 લાખથી લઈને વધુમાં વધુ એક જ વિસ્તાર અને કામ પ્રમાણે 1350 લાખ મંજૂર કરાયા છે. આમ ઝોન પ્રમાણે જુદી જુદી રકમ મંજૂર કરવામાં આવી છે.
90 કરોડ રૂપિયાના કામોને અપાઇ મંજૂરી
અમદાવાદ મહાનગરપાલિકાને 2021-22ના વર્ષમાં આ યોજના અંતર્ગત 60 ફૂટથી મોટા રસ્તાઓ બનાવવાં માટે 18 કામો માટે ભૂપેન્દ્ર પટેલે મંજૂર આપી છે. મુખ્યપ્રધાને જે ૧૮ કામો માટે રકમ મંજૂર કરી છે તેમાં પૂર્વ ઝોનના 2 કામો માટે રૂપિયા 11.50 કરોડ, મધ્ય ઝોનમાં 4 કામો માટે રૂપિયા 11.60 કરોડ, પશ્ચિમ ઝોનમાં 4 કામોના હેતુસર રૂપિયા 23.50 કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં 2 કામો માટે રૂપિયા 14 કરોડ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 કામોના રૂપિયા 17.50 કરોડ ઉપરાંત ઉત્તર ઝોનમાં 3 કામોના રૂપિયા 11.90 કરોડના વિવિધ કામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી સડક યોજનામાં બનેલો દલાપુરા-કાશોર માર્ગ વિવાદમાં, દલાપુરા કાશોર વચ્ચેનો રસ્તો વિવાદમાં જાણો કારણ...
આ પણ વાંચો : જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રોડ પહોળા કરવાના કામો મંજુર