- પોલીસ પેટ્રોલિંગમાં ઝડપાયા શખ્સો
- ગંજીપાના સહિત રોકડ રકમ કબ્જે કરી
- ગાઈડલાઈનનું પાલન ન કરવાનો પણ ગુનો દાખલ
ગાંધીનગર : પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભોયણ ગામની સીમમાં ગાંધીનગર LCB 1 ટીમે રેઈડ કરી હતી. જ્યાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ સાથે 13,410 રૂપિયા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી LCB ટીમે હાથ ધરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એસ. રાઓલે તેમની ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન આ ઇસમોને ઝડપી પાડયા હતા. ભોયણ ગામની સીમમાં ઊંટડીયા મામાના મંદિરની બાજુમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસાની હાર જીતનો જુગાર ઇસમો રમતા હતા. જેની બાતમી મળતા તેમને જુગાર રમતા આ ઇસમોને ઝડપ્યા હતા.
જુગાર ઉપરાંત એપેડેમિક એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી
એલસીબી ટીમ દ્વારા રેડ કરતા જુગાર રમતા ઇસમો જેમાં મુકેશજી વાઘેલા, ભાવુસિંહ ચાવડા, શુભસિંહ ચૌહાણ, ભરતજી રાઠોડ, પંકજસિંહ રાઠોડ, કિશોરસિંહ રાઠોડ, દિલીપસિંહ ચાવડા, જીગર પટેલ કે જેઓ ભોયણ ગામ તેમજ ગાંધીનગર આસપાસના તમામ રહેવાસીઓ છે. જેમની પાસેથી રોકડ રકમ, ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વૈશ્વિક મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલ ન હોય તેમજ માસ્ક પહેરેલ પણ નહોતું. જેના કારણે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.