ETV Bharat / city

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા - Gandhinagar News

રાજયમાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં નવા 890 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે 594 લોકો સ્વસ્થ થયા છે. આજે સોમવારે એક દર્દીનું મોત પણ થયું છે.

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા

author img

By

Published : Mar 15, 2021, 9:20 PM IST

  • રાજ્યમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા
  • 594 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા
  • અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં વધારો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 890 નવા કેસ નોંધાયા છે, જ્યારે 594 દર્દીઓ સાજા થયાં છે. આજે સુરતમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું છે.

કોરોના રસીકરણ અંગે વિગત

રાજ્યમાં કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 20,69,918 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 5,15,842 વ્યકિતઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યકિતઓનું ૨સીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને કોરોના ૨સીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં ક્યાં કેટલા કોરોનાના કેસ નોંધાયા

રાજયમાં બનાસકાંઠા, વલસાડ, છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે પોરબંદર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં એક-એક કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગર, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ સુરત અને અમદાવામાં નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 890 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 594 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.72 ટકા છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે કુલ 2,69,955 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 515 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાની શું છે પરિસ્થિતિ

રાજ્યમાં હાલ 4717 એક્ટિવ દર્દી છે. જે પૈકી 56 લોકો વેન્ટીલેટર પર છે. 4661 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,69,955 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોનાના કારણે કુલ 4425 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે સુરત કોર્પોરેશનનાં 1 દર્દીનું મોત નિપજ્યું હતું.

સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં નવા 240 કેસ અને ગ્રામ્યમાં 22 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 205 નવા કેસ તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 76 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 79 કેસ અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો

થોડાક મહિનાઓ પહેલા કોરોના વાઈરસના કેસ ઓછા થતા તંત્રમાં હાશકારો જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પણ પરત ફરી રહ્યા હતા. જોકે, રાજયમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્રની ચિંતા પણ વધી ગઈ છે. સૌથી મોટી હોસ્પિટલ ફરી એકવાર દર્દીઓથી ભરાવવા લાગી છે. રોજ કેસ વધતા હાલ 70 ટકા દર્દીઓને ICUમાં એડમિટ કરવાની ફરજ પડી છે. જોકે, આગામી સમયમાં કોરોનાના દર્દીઓ વધશે તો વધુ બેડ ફાળવવામાં આવે તેવી સ્થિતિ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.