ગાંધીનગરઃ સરખેજ હાઈવે પર અડાલજ વિસ્તારમાં આવેલી હોટેલ ક્રિતીકામાંથી જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આઈ. ડી. વાઘેલાને જુગાર અંગે બાતમી મળી હતી. જેના આધારે તેઓએ શનિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે રેડ કરી હતી. જેમાં હોટેલના રૂમ નંબર-105 રાઉન્ડ ટેબલ પર જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. પોલીસે હોટેલ માલિક, જુગારધામનો સંચાલક અને જુગાર રમવા આવેલા 6 શખ્સો મળી કુલ 8ને ઝડપી પાડ્યા હતા.
અડાલજની હોટલ ક્રિતિકામાંથી જુગાર રમતા 8 લોકો રંગે હાથ ઝડપાયા
ગાંધીનગર સરખેજ હાઇવે પર આવેલી હોટલ ક્રિતિકામાંથી પોલીસે જુગારખાનું પકડી પાડ્યું છે. ગોળ ટેબલ ઉપર બાજી રમતા જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી લેતા સોપો પડી ગયો હતો. બીજી તરફ અડાલજની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
હોટલ ક્રિતિકા