ગાંધીનગરઃ ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિમેન્ટના જંગલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. ઠેકઠેકાણે નવું બાંધકામ થઇ રહ્યું છે. ત્યારે માત્ર રૂપિયા રળવાની લાલચમાં બિલ્ડરો આજુબાજુમાં રહેતાં રહીશોને આરોગ્યની ચિંતા કર્યા વિના કામગીરી કરતા હોય છે. સાઈટ ઉપર કામ કરતા મજૂરોની પણ ચિંતા કરવામાં આવતી નથી, તેવું અનેકવાર સામે આવતું હોય છે. ત્યારે આજે ગાંધીનગર જિલ્લા પંચાયતની મેલેરિયા ટીમ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવવાના હેતુસર ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.
રીમા ભંડારી, તત્વમ ગ્રીન, શગુન 24, ગુડા સહિત 9 બાંધકામ સાઇટ પાસેથી 45 હજાર દંડ વસૂલાયો
ગાંધીનગર જિલ્લામાં એક સપ્તાહ સુધી વાહકજન્ય રોગચાળો અટકાવવા માટે જિલ્લા પંચાયતની ટીમ દ્વારા પરસેવો પાડવામાં આવ્યો હતો. હોટલ, રેસ્ટોરન્ટ, ઝૂંપડપટ્ટી અને હોસ્પિટલો સહિતને ધમરોળી નાખ્યાં હતાં. અનેક જગ્યાએથી મચ્છરોના લાવવામાં આવ્યાં હતાં, તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે આજે રીમા ભંડારી કુડાસણની ગુડાની સાઈટ્સ સહિત શહેરની 9 બાંધકામ સાઇટ પાસેથી મચ્છરોના લારવા મળતાં 45 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.