ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં કલ્પતરૂ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કંપનીમાં અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. ભયના ઓથાર હેઠળ આ તમામ કર્મચારીઓ મજબૂરીના માર્યા ફરજ બજાવતાં હતાં. તેવા સમયે આજે આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને કોલવડા ગામમાં રહેતો 39 વર્ષીય પુરુષ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ કર્મચારીઓ દ્રારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ છતાં કંપની ચાલુ જ રાખવામાં આવતાં આજે એક કેસ સામે આવ્યો છે.
બીજી તરફ ગાંધીનગર તાલુકાના છાલા ગામમાં અગાઉ ગામના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ પોઝિટિવ આવી હતી તે ફળિયામાં વધુ એક 55 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે ભાટ વાણીયા વાસમાં રહેતો 47 વર્ષીય પુરુષ પોઝિટિવ આવેલ છે. જ્યારે ગાંધીનગર શહેરમાં આજે એક કેસ સામે આવ્યો છે. સેક્ટર 3dમાં રહેતાં અને નર્મદા નિગમ કચેરીમાં સેક્સન ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારી પોઝિટિવ આવ્યાં છે. ત્યારે જિલ્લાનો આંકડો હવે 200ની નજીક પહોંચી ગયો છે.